~અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું. ફિલ્મની ટીમે સભ્યો સાથે સંવાદ કરી શૂટિંગના અનુભવો શેર કર્યા.
Ahmedabad, Gujarat, July 22 (VNI): અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું. કાર્યક્રમમાં ટાફ ગ્રુપના મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપી ફિલ્મનો આનંદ માણ્યો હતો.
સ્ક્રિનિંગ દરમિયાન ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. ફિલ્મ પૂર્ણ થયા બાદ કલાકારો અને ટીમના સભ્યોએ ઉપસ્થિત મહેમાનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે ફિલ્મના શૂટિંગ દરમિયાનના અનુભવો, પડકારો અને અનેક રસપ્રદ પ્રસંગો શેર કર્યા હતા. સભ્યોએ પણ ફિલ્મ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી ટીમ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ટાફ ગ્રુપના એડમિન તન્મય શેઠે ફિલ્મની સમગ્ર ટીમનો પરિચય કરાવ્યો હતો તેમજ ટીમનું સ્વાગત કરીને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન સભ્યોને કલાકારો સાથે મુલાકાત અને તસવીરો લેવાની પણ તક મળી હતી.
ટાફ ગ્રુપ દ્વારા સમયાંતરે ફિલ્મ, ફૂડ, આર્ટ અને કલ્ચર સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેને સભ્યો તરફથી સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ ‘કડકનાથ’ના વિશેષ સ્ક્રિનિંગે પણ સભ્યો માટે યાદગાર અનુભવ સર્જ્યો હતો. VNI NEWS, Kadaknath Gujarati Film, TAFF Group, Karnavati Club, Ahmedabad Event, Gujarati Cinema, Gujarati Film, Kadaknath, Ahmedabad, Entertainment, Film Screening, VNINews, VNINews.com
