Spread the love

Ahmedabad, Gujarat, Jan 14, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગુજરાત ના અમદાવાદમાં આજે પતંગ ચગાવી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી.
શ્રી શાહએ અમદાવાદના મેમનગરમાં શાંતિનિકેતન સોસાયટી ખાતે પ્રજાજનો વચ્ચે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મકરસંક્રાંતિ પર્વની આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે સહભાગી થયા હતા.
મકરસંક્રાંતિ પર્વ પ્રસંગે સોસાયટીના સભ્યો દ્વારા શાંતિનિકેતન સોસાયટીને સરસ- રંગબેરંગી પતંગો અને રંગોળીથી સજાવવામાં આવી હતી. સોસાયટીની મહિલાઓ અને બાળાઓએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. આ પ્રસંગે ઢોલ નગારા અને સાંસ્કૃતિક નૃત્યો દ્વારા મહાનુભાવોને આવકારવા માં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી શાહ અને મુખ્યમંત્રી શ્રી પટેલે સોસાયટીના સભ્યો અને સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રીએ ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. તેમણે અને મુખ્યમંત્રીએ સૌને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના અધ્યક્ષ બિપીનભાઈ પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, શાંતિનિકેતન સોસાયટીના ચેરમેન કિરીટભાઈ પટેલ, થલતેજ વોર્ડના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ પટેલ, સ્થાનિક આગેવાનો, સ્થાનિક કાઉન્સિલરઓ તથા AMCના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *