Deesa, Gujarat, Jan 28, બ્રહ્માકુમારીઝ આયોજિત અલવિદા તનાવ મહાશિબિર ડીસા ખાતે ૧ થી ૯ ફેબ્રુઆરી સુધી યોજાશે.
વૈશ્વિક આધ્યાત્મક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ડીસા સેવાકેન્દ્ર ખાતે યોજાયેલ મીડિયા કોન્ફરન્સને સંબોધન કરતા ડીસા ક્ષેત્રીય સંચાલિતા બ્રહ્માકુમારી સુરેખાબેને જણાવેલ કે વર્તમાન સમયે માનવ સમાજ અનેક સમસ્યાઓને કારણ તનાવ,અશાંતિ, દુઃખ દર્દ થી પરેશાન છે ત્યારે તેને માનસિક શક્તિ તંદુરસ્ત તન મન અને સકારાત્મક જીવન સહેલી તરફ પ્રેરણા આપવા બ્રહ્માકુમારી દ્વારા ડીસા ખાતે અલવિદા તનાવ મહાશિબિરનું આયોજન કરવામાં આવેલ છે. પત્રકારોને માહિતી આપતા બ્રહ્માકુમારી સુરેખાબેને આગળ જણાવેલ કે છેલ્લા ૪૦ વર્ષથી ડીસા ખાતે કાર્યરત સેવાકેન્દ્ર શહેરમાં તથા આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગના શિક્ષણ દ્વારા માનવ માત્રને અધ્યાત્મિક સશક્ત સનાતન સંસ્કૃતિ અને ભારતીય પરંપરાની જીવનશૈલી અપનાવા પ્રેરણા આપે છે ડીસા ખાતે આવેલ ટીસીડી ફાર્મ પર તારીખ ૧ થી ૯ ફેબ્રુઆરી સવારના ૬:૩૦ થી ૮ કલાક સુધી યોજાનાર આ મહાશિબિરના ૭૦૦૦થી વધુ પ્રવેશ ફોર્મ ભરાયા છે જેથી સંસ્થાના બ્રહ્માકુમાર ભાઈ બહેનો દ્વારા રાજયોગના માધ્યમ થી સકારાત્મક યોગના પકંમ્પન થી શિબિર સ્થળને અધ્યાત્મ સશક્ત કરેલ છે
વિના મૂલ્ય યોજનાર આ શિબિરમાં ૭ દિવસ વિવિધ ઉત્સવો રહેશે જેમાં ચિંતા મુક્ત જીવન ખુશી ઉત્સવ, આત્મજ્ઞાન ઈશ્વરીય અનુભૂતિ દ્વારા આનંદ ઉત્સવ, પરિવર્તન ઉત્સવ, સમસ્યા સમાધાન ધ્યાન ઉત્સવ, અલૌકિક નવજીવન ઉત્સવ, મહાવિજય ઉત્સવ ટેન્શન ફ્રી ઉત્સવ યોજાશે જેમાં શિબિરાર્થીઓના જીવનમાં આનંદ ખુશી તન મન તંદુરસ્તી દ્વારા અનેક રોગો જેવા કે તનાવ ડાયાબિટીસથી બીપી હ્રદય રોગ તથા ડિપ્રેશન પર સહજ કાબુ મેળવશે આ પ્રસંગે ડીસા અને આસપાસ ગ્રામ્ય વિસ્તારમાંથી સર્વ કોઈને શિબિરનો ભાગ લેવા બ્રહ્માકુમારી સુરેખાબેને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ પાઠવેલ છે
પ્રેસ કોન્ફરન્સમાં સહ સંચાલિકા બ્રહ્માકુમારી હસુમતી બહેન સર્વ પત્રકારોનું સ્વાગત કરેલ. વરિષ્ઠ ભ્રાતા લાલાભાઇ તથા બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીએ સર્વપત્રકારોને આ માનવ સમાજના સકારાત્મક કાર્યને પ્રસિદ્ધ આપવા વિનંતી કરેલ. પત્રકાર મિલન બાદ સર્વેએ બ્રહ્માભોજન, પ્રસાદ સ્વીકાર કરેલ.