Ahmedabad, Gujarat, Feb 08, ગુજરાત ના અમદાવાદમાં પુસ્તક પરિચય’ અંતર્ગત સાહિત્યકાર પરેશ નાયકે દક્ષિણ કોરીયાની લેખિકા HAN KANG અને એમના પુસ્તક HUMAN ACTS નો પરિચય કરાવ્યો.
સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૦૮ ફેબ્રુઆરી, ૨૦૨૫,શનિવારે, સાંજે ૦૫૩૦ કલાકે, ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
‘પુસ્તક પરિચય’ અંતર્ગત સાહિત્યકાર પરેશ નાયકે વર્ષ ૨૦૨૪ની નોબેલ પુરસ્કૃત દક્ષિણ કોરીયાની લેખિકા હાન્ કાંગ્ ( HAN KANG )વિશે અને એમના પુસ્તક HUMAN ACTS નો પરિચય કરાવી આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
પરેશ નાયક : દક્ષિણ કોરિયાની લેખિકા હાન્ કાંગ્ ને નોબેલ પુરસ્કાર પહેલાં,એમના પુસ્તક ‘ધ વેજિટેરિયન’ને બુકર પ્રાઈઝ મળી ચૂકેલ છે. હાન્ કાંગ્ લેખિકા એના સર્જનમાં એકને એક દ્રશ્ય વારંવાર અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં આલેખે છે.સ્ત્રીઓને અલગ દિશા અને વાચા આપી છે.
