Spread the love

Ahmedabad, Gujarat, Feb 07, ગુજરાતમાં અમદાવાદના થેલેસેમિયા એન્ડ સિકલ સેલ સોસાયટી (ટીએસસીએસ)ના પ્રેસિડેન્ટ ડો. ચંદ્રકાંત અગ્રવાલ થેલેસેમિયા મુક્ત ભારતના નિર્માણ માટે દેશવ્યાપી અભિયાન ચલાવી રહ્યા છે. હિમોગ્લોબિન બનાવવાની શરીરની ક્ષમતાને ગંભીર રીતે અસર કરતા વારસાગત રક્ત વિકાર એવા થેલેસેમિયાને નાથવાના તેમના અવિરત પ્રયાસો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે અને થેલેસેમિયા મુક્ત ભારત માટે આશા જગાવી રહ્યા છે.
ડો. ચંદ્રકાંત અગ્રવાલએ કહ્યું, થેલેસેમિયા બે પ્રકારના હોય છે, આલ્ફા અને બીટા. તેનાથી જીવન જોખમાય તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે, ખાસ કરીને બીટા થેલેસેમિયા મેજર જેવા ગંભીર કેસોમાં. દર્દીઓએ બ્લડ ટ્રાન્સફ્યુઝન અને આયર્ન ચેલેશન થેરાપી પર આજીવન નિર્ભર રહેવું પડે છે. ડો. અગરવાલનું મિશન અસરગ્રસ્તો માટે વ્યાપક સંભાળ પૂરી પાડવા સાથે આ બીમારીના પ્રસારને રોકવા પર ધ્યાન આપે છે.
વહેલા નિદાન, નિવારાત્મક સીમાચિહ્ન: ડો. અગરવાલના નેતૃત્વ હેઠળ તેલંગાણાનો મહેબૂબનગર જિલ્લો થેલેસેમિયા માટે સગર્ભાવસ્થા પૂર્વેના 100 ટકા તપાસ હાંસલ કરનારો ભારતનો પહેલો જિલ્લો બન્યો છે. તેઓ સગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના દરમિયાન HbA2 ટેસ્ટ જેવી સરળ લોહીની તપાસ દ્વારા વહેલા નિદાનના મહત્વ પર ભાર મૂકે છે.
ડો. અગ્રવાલે જણાવ્યું હતું કે તપાસ ખૂબ જ મહત્વની છે. જાગૃતતાના અભાવે અનેક ડોક્ટર્સ સગર્ભા મહિલાઓની HbA2 તપાસની ભલામણ કરતા નથી. વહેલા નિદાનથી થેલેસેમિયાને આગામી પેઢી સુધી પ્રસરતો અટકાવી શકાય છે.
થેલેસેમિયાના દર્દીઓ માટે વ્યાપક સંભાળ: હૈદરાબાદનું ટીએસસીએસ સેન્ટર દર મહિને 4,000થી વધુ બાળકોને મફત તબીબી સંભાળ પૂરી પાડે છે અને બ્લડ ટ્રાન્સફ્યુઝન, આયર્ન કેલેશન થેરાપી, એડવાન્સ્ડ ડાયગ્નોસિસ અને સાયકોલોજીકલ કાઉન્સેલિંગ જેવી મહત્વની સેવાઓ પૂરી પાડે છે. આ સેન્ટર દર્દીઓ અને તેમના પરિવારોને મફત ભોજન પણ પૂરું પાડે છે અને લાગણીકીય તથા શારીરિક સુખાકારી સુનિશ્ચિત કરે છે.
સારવાર એ સમગ્ર પ્રક્રિયાનો એક ભાગ જ છે. અમારું લક્ષ્ય શિક્ષણ અને સહાય દ્વારા પરિવારોને સશક્ત કરવાનું અને ગૌરવ તથા આશા સાથે આ પડકારજનક સફરમાં આગળ વધવામાં તેમને મદદ કરવાનું છે, એમ ડો. અગરવાલે સમજાવ્યું હતું.
સહયોગાત્મક પ્રયાસો અને વૈશ્વિક માન્યતા: ડો. અગ્રવાલની વ્યૂહરચના આરોગ્ય જેવી સરકારી યોજનાઓ સાથે સહયોગ કરવા અને સેવાકીય સમર્થન મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સુનિશ્ચિત કરે છે કે ટીએસસીએસ સર્વિસીઝ સુવિધાઓથી વંચિત સમુદાયો માટે મફત અને સુલભ રહે. તેમના કામને વૈશ્વિક ઓળખ મળી છે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ નિવારણ, સારવાર અને સમુદાયના સમર્થનને સંકલિત કરવાના ટીએસસીએસના મોડલનું અનુસરણ કરવા માંગે છે.
આગળનો માર્ગઃ થેલેસેમિયા-મુક્ત ભવિષ્ય તરફ પ્રયાણ:
ડો. અગ્રવાલનું અંતિમ ધ્યેય ભારતમાંથી થેલેસેમિયાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું છે. તેઓ તમામ સગર્ભા સ્ત્રીઓ માટે ફરજિયાત HbA2 પરીક્ષણ, જનજાગૃતિમાં વધારો અને સતત સરકારી સમર્થનની હિમાયત કરે છે.
તેમનું નેતૃત્વ અને અથાક પ્રતિબદ્ધતા સમગ્ર દેશમાં આ દિશામાં કામ કરવાને પ્રેરણા આપે છે. સામૂહિક ઇચ્છાશક્તિ અને નિર્ધારિત પ્રયત્નો સાથે, ડો. અગરવાલ માને છે કે થેલેસેમિયા મુક્ત ભારત એ માત્ર એક વિઝન નથી, તે એક હાંસલ કરી શકાય તેવી વાસ્તવિકતા છે.
About Thalassemia and Sickle Cell Society (TSCS): Founded to improve the lives of individuals affected by thalassemia and sickle cell disease, TSCS offers comprehensive care, treatment, and awareness programs. It remains at the forefront of thalassemia prevention and advocacy in India.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *