Spread the love

Ahmedabad, Gujarat, Feb 23, ગુજરાતના દસ્ક્રોઈ તાલુકાના વડોદ ગામમાં GTU અને GSBTM દ્વારા પ્રાકૃતિક ખેતીના ફાયદા અને માટીના મહત્વ પર વર્કશોપ યોજાયો.
GTU તરફ થી આજે જણાવવામાં આવ્યું કે આ વર્કશોપનું માર્ગદર્શન સ્કૂલ ઑફ એપ્લાઇડ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના ડિરેક્ટર ડૉ. વૈભવ ભટ્ટ અને ડૉ. આશિષ વર્ધને દ્વારા આપવામાં આવ્યું હતું , જે GSBTMના પ્રોજેક્ટના મુખ્ય સંશોધનકર્તા છે. ડૉ. આશિષ વર્ધને પ્રાકૃતિક ખેતી અને માટીની ફળદ્રુપતા વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવા માટે જાણીતા છે. તેઓએ આ વર્કશોપમાં ખાસ કરીને જીવામૃતની ઉપયોગીતા અને તેના ખેતીમાં મહત્વ પર સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું.
આ વોર્કશોપમાં ર્ડો. આશિષ વર્ધને અને તેમની ટીમ, જેમાં જુનિયર રિસેર્ચ ફેલો જિગીષા ઠક્કર, હર્ષ પટેલ અને ડૉ.ગાયત્રી ભારદ્વાજે પણ યોગદાન આપ્યું હતું. તેમની મેહનત અને લગન દ્વારા આ કાર્યકમ સફળતાપૂર્વક થઇ શક્યો. જિગીષા ઠક્કરે જીવામૃત બનાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અને તે છોડ માટે કેટલું ફાયદાકારક છે તે અંગે માહિતી આપી હતી. હર્ષ પટેલે કુદરતી ખેતીના વૈજ્ઞાનિક આધાર પર પ્રકાશ પાડ્યો હતો, જયારે ડૉ.ગાયત્રીએ પ્રાચીનકાળથી ખેતીમાં ગાયનું ગોબર અને ગૌ મુત્રનો ઉપયોગ થાય છે એ બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
વર્કશોપ દરમિયાન રતિલાલભાઈ અને પુનમભાઈ જેઓ પ્રાકૃતિક ગૌ આધારિત ખેતી કરે છે એમના સાથ સહકારથી આ કાર્યક્રમમાં સરળતા રહી હતી. તેમણે વર્કશોપના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
GTU-SAST દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રોત્સાહિત કરવા પ્રસંશાપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રવૃતિએ વડોદ ગામમાં ખેતી માટે એક નવી દિશા પ્રસ્થાપિત કરી છે . ર્ડો. આશિષ અને તેમની ટીમે પ્રાકૃતિક ખેતી અને ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ઘણા કાર્યો કર્યા છે. તેઓ GSBTM પ્રોજેક્ટ હેઠળ , જીવામૃત અને તેના પ્રભાવના સૂક્ષ્મજીવાણુ સ્તરે અધ્યયન માટે વિશેષ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. તેમની રિસેર્ચ ટીમ ખેડૂતોને નવી ટેકનોલોજી  અને પ્રાકૃતિક પદ્ધતિઓને ખેતીમાં લાગુ કરવામાં સહાય કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે GTU-SAST માં સમાજને અને પ્રકૃતિને ઉપયોગી આવા સંશોધન કાર્યને સતત પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના દ્વારા તેના સીધા લાભો સમાજ સુધી પહોંચે છે તેની માહિતી GTU-SAST ડિરેક્ટર ડૉ.વૈભવ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *