Surat, Gujarat, Mar 02, ગુજરાત નાં સુરત માં જૈમીલ જોશી દ્વારા શાસ્ત્રીય શબ્દભંડોળ સાથે સમકાલીન નૃત્ય પ્રસ્તૃત્તિ “બોર્ડરલેન્ડ્સ” આજે રજુ કરાયું.
ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશન તરફ થી જણાવવામાં આવ્યું કે પોતાના કોલેજના દિવસોથી લોકનૃત્યની પૃષ્ઠભૂમિ ધરાવતા જૈમીલ જોશીનું માનવું છે કે નૃત્ય અભિવ્યક્તિનું એક એવું ખૂબ મજબૂત માધ્યમ છે, જેને શબ્દોની જરૂર નથી. આ બાબત નૃત્યને તમામ લોકો દ્વારા સમજી શકાય તેવી સાર્વત્રિક ભાષા બનાવે છે.
પોતાની પ્રસ્તૃત્તિ “બોર્ડરલેન્ડ્સ”માં જૈમીલ દર્શકોને એક એવો અનુભવ કરાવે છે, જેમાં વિશ્વભરની વિવિધ સરહદો પાર લાગણીઓની વૈવિધ્યતા દર્શાવાઈ છે. આ સરહદો પૈકી કેટલીક ભયની ભાવના જગાડે છે, તો કેટલીક બે દેશોના લોકો વચ્ચે વહેંચાયેલા પ્રેમ અને એકતાની લાગણી જગાડે છે. તેમનો અભિનય ભૌતિક સીમાઓ પાર કરીને અસ્પષ્ટ જોડાણોની શોધ કરે છે. સંગીતના વિવિધ પ્રકારો દ્વારા, તેમનો અભિનય લાગણીઓની વિશાળ શ્રેણી દર્શાવે છે, જે સરહદો પરના સહિયારા જીવનનું ચિત્રણ કરે છે.
