Rajpipla, Gujarat, Mar 31, ગુજરાત ના નર્મદા જિલ્લામાં ચાલી રહેલી માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લઇ રહ્યા છે.
શ્રદ્ધાળુઓ અનેરા ઉત્સાહ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી પણ લોકો આ પરિક્રમાનો લાભ લઇ રહ્યા છે આ વખતે તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર માટે ડોક્ટર, સ્ટાફનર્સ એમ્બ્યુલન્સ વાન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે સામાન્ય રીતે પગે બળતરા થવા તેમજ શરિરમાં કમજોરી લાગેતો સ્ટોલ પરથી ઓ.આર.એસનું પાણી મૂકવામાં આવેલું છે લેવાથી યાત્રીકોને તેમને તાત્કાલિક થાકમાંથી મુક્તિ મળે છે.
નર્મદા પરિક્મામાં રણછોડ રાયના મંદર પસે ઉભા કરાયેલ મેડીકલ સ્ટોલમાં હાજર ડૉ.પ્રવીણભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, માનનીય જિલ્લા કલેકટરશ્રીના સૂચના અને માર્ગદર્શન અનુસાર અને મુખ્ય જિલ્લા અધિકારી ની સીધીદેખરેખ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમા પથ પર સાત જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. રણછોડરાય મંદિરથી લઈને શહેરાવ ઘાટ સુધી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. અમારો આરોગ્ય સ્ટાફ ૨૪ કલાક પરિક્રમાવાસીઓ માટે ખડે પગે ઉભો રહ્યો છે નોર્મલ બીમારી થી લઈને પગમાં દુખાવો શરદી ખાંસી થી લઈને મોટી બીમારીઓમાં છાતીમાં દુખાવો જેવી બીમારીઓ જેમાં આગળ રીફર કરવું પડે એમ હોય તો એમ્બ્યુલન્સવાન ની પણ સુવિધા કરવામાં આવી છે આ ઉપરાંત ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અંકલેશ્વરના પરિક્રમાવાસી મહિલા કે જેઓને અગાઉ બંને પગમાં કણીનું ઓપરેશન કરાવેલ હતું જેમાં આજે પરિક્રમા દરમિયાન દુખાવો થતાં જેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી જેમાં પગ નીચે ચામડીનો સોજા સાથે લાલાશ અને અસહ્ય દુખાવો થતા તાત્કાલિક પ્રાથમિક સારવાર રણછોડજી મંદિર સ્થિત મેડીકલ ટીમ દ્વારા સારવાર અને ડ્રેસિંગ કરી દવા આપવામાં આવી હતી.
ભાવનગરના હરજીભાઇ ખીમસુરીયાએ આરોગ્ય વિભાગની સેવા લેતા જણાવ્યું હતું કે, નર્મદા પરિક્રમાનો બહું મહિમાં છે એ જાણીને હું અહીંયા આવ્યો છું. અહીંની તમામ સુવિધા ખૂબ સારી છે. મને પરિક્રમા દરમિયાન પગમાં દૂખાવો થતો હતો અને એસીડીટી થઇ હતી જેની સારવાર મેં અહીના મેડીકલ કેમ્પમાંથી મેળવી છે. આ સારવા મળ્યેથી મને સારૂ થયું છે. ત્યારબાદ પરિક્રમા કરવામાં ખૂબ આનંદ મળ્યો છે.
રાજપીપલાના પરિક્રમાવાસી ધર્મિષ્ઠાબેન વ્યાસે જણાવ્યું હતું કે, હું અહીં સાત વર્ષથી સતત આ ચાલતા પરિક્રમા કરવા માટે આવું છું આ વખતે સરકાર દ્વારા ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. મને ગભરામણ થવાથી હું આ તાત્કાલિક સારવાર કેમ્પમાં આવી અને મને ગભરામણ થતી હતી જેની મેં તાત્કાલિક સારવાર કેમ્પમાં સેવા લીધી અને એસિડિટી નો મને પ્રશ્ન હતો તે પણ સોલ્વ થઈ ગયો અને હું અત્યારે સારી છું. મને એકદમ ઠીક થઇ ગયું છે. જે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
ભરૂચ જિલ્લાના ઝનોર ગામના રામજીભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી હું પરિક્રમા કરવા અહીં આવું છું. પરંતુ આ વર્ષની તમામ સુવિધા જોઇ ખુબ ખુશ થયો છું. આજે બપોરે ૧ કલાકે ધસમસતા તાપમાં મે પરિક્રમાની શરૂઆત કરી હતી. જેથી ચાલતા ચાલતા તરસાલ ઘાટ ઉપર તડકો અને થાક લાગ્યો હતો. જયા આરોગ્ય વિભાગના સ્ટોલ ઉપર મને ઓ.આર.એસ મળતા મને તાજગીનો અનુભવ થયો હતો અને સારી રીતે પરિક્રમા પૂરી કરી છે.
આ પરિક્રમામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે પદયાત્રીઓ માટે અહીં ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા સુરક્ષા, આરોગ્ય,પીવાનું પાણી, નાવડીમાં મુસાફરતી કરતી વખતે કોઈ તકલીફ ન પડે એ માટે એસડીઆરએફની ટીમ પણ કાર્યરત છે. પરિક્રમાવાસીઓ પહેલા અહીં ઘણી વખત આવીને પરિક્રમા કરીને ગયા છે પરંતુ આ વર્ષની સુવિધાઓ જોઈને તેઓ ખૂબ જ ખુશ છે અને તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
