અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદ માં લેખન શિબિર આયોજિત કરવામાં આવ્યું.
જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૨ મે ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રાંગણમાં સાંદિપની સાહિત્ય પર્વ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે લેખન શિબિર યોજાઈ ગયો. ઉદ્ઘાટન બેઠકમાં પરિષદ પ્રમુખશ્રી હર્ષદભાઈ ત્રિવેદી અને ઉપપ્રમુખશ્રી યોગેશભાઈ જોષીનાં મનનીય વક્તવ્યો સાંભળવાં મળ્યાં. એ પછી ચાર ખંડોમાં ચાર ચાર બેઠકો થઈ.
જેમાં નવલકથા વિશે કેશુભાઈ દેસાઈ, અછાંદસ કવિતા વિશે પરિષદ મહામંત્રી સમીર ભટ્ટ, સ્ક્રીપ્ટ રાઈટિંગ વિશે શીતલ માલાણી અને ગીત – ગઝલ વિશે જયંત ડાંગોદરાએ વાત કરી હતી. છેલ્લી વાર્તાની બેઠકમાં રાઘવજી માધડે પોતાની રમ્ય શૈલીમાં વાત વહેતી મૂકી હતી. સમાપન સમીરભાઈની આભારવિધિથી થયું હતું. રમેશ પટેલ અને જીવતી પીપળિયાએ પ્રતિભાવ રજૂ કર્યા હતા.
આ સમગ્ર આયોજનને ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં ધૂરંધર ડો. હર્ષદ લશ્કરીએ મહત્વનો ફાળો આપ્યો હતો. એમની સાથે જોડાયેલા અમિત ટેલર, કિરણબેન શર્મા, તરલિકા પ્રજાપતિ, નિશા નાયક, કૌશલ મોદી, મહાદેવ વગેરે મિત્રો ફાળો અપ્રતિમ રહ્યો હતો. ગુજરાતના વિવિધ ગામ-નગરથી ૧૪૦ ઉપરાંત શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. એક ખૂબ સુંદર આયોજન માટે સાંદિપની સાહિત્ય પર્વની ટીમને અઢળક અભિનંદન અને શુભેચ્છાઓ.