Spread the love

Ahmedabad, Gujarat, Apr 13, ગુજરાત ના અમદાવાદમાં ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે ‘અન્વેષણા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૩ એપ્રિલ, રવિવારે, સાંજે ૦૫૩૦ કલાકે, ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા વિવેચક, સંપાદક, સંશોધક ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે ‘અન્વેષણા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
ભોગીલાલ સાંડેસરાના વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે અને ભોગીલાલ સાંડેસરાની સાહિત્યસૃષ્ટિ વિશે સાહિત્યકાર રમણ સોનીએ મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
કીર્તિદા શાહ : ભોગીલાલ સાંડેસરાએ 78 વર્ષની આયુમાં વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. કુલ 25 જેટલા પુસ્તકો આપ્યા છે.જૈન મુનિઓના સંપર્ક અને સત્સંગને કારણે પ્રાકૃત,સંસ્કૃત,અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવા મળ્યો અને સાહિત્યસર્જન થયું.
રમણ સોની : આપણે ગુજરાતી ભાષાના સાહિત્યસર્જકો જે વિદ્વાન છે એમને સારી રીતે યાદ પણ કરતા નથી. ભોગીલાલ સાંડેસરા વિદ્વાન સાહિત્યસર્જક છે. પાટણના ગ્રંથાલયોમાં કિશોર વયથી ભોગીલાલે હસ્તપ્રત સાથે કામ કરેલ એટલે ભોગીલાલ વિદ્વાન કહેવાય.17 વર્ષની ઉંમરે સંપાદન કર્યું . જેના પ્રેરકબળ નરસિંહરાવ દિવેટિયા રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *