અમદાવાદ, 17 મે આજરોજ જાપાનના ટોક્યો ખાતે ટોક્યો મેટ્રોપોલિટન ગવર્મેન્ટ દ્વારા યોજાયેલ સુશી ટેક ટોક્યો 2024 સીટી લીડર્સ કોન્ફરન્સ અંતર્ગત મેયર શ્રી પ્રતિભાબેન જૈન તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મિરાંત પરીખ દ્વારા અમદાવાદ શહેરનું નેતૃત્વ કરતા પ્રેસ કોન્ફરન્સ તથા ડિસ્કશન સેશન માં ભાગ લેવામાં આવેલ.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે સદર કોન્ફરન્સ માં કુલ 47 દેશોના સીટી લીડર્સ રીપ્રેઝન્ટેટિવ ભાગ લઈ રહેલ છે જેમાં શહેરોના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ તથા ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત નોલેજ શેરિંગ કરવામાં આવી રહેલ છે. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોટર રિસોર્સીસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ તથા ટોક્યો મેટ્રોપોલિટન ગવર્મેન્ટ વચ્ચે થયેલ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અંતર્ગત નોલેજ ટ્રાન્સફર નો ભાગ છે.