Spread the love

Ahmedabad, Gujarat, Apr 19, ઓમ કૉમ્યુનિકેશન દ્વારાWorld Book Day (UNESCO પ્રેરિત)ની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૩ એપ્રિલ, બુધવારે, સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારાWorld Book Day (UNESCO પ્રેરિત)ની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.
‘વર્લ્ડ બુક ડે’ અંતર્ગત સાહિત્યસર્જક KRISHNA DUTTA AND ANDREW ROBINSONના પુસ્તક RABINDRANATH TAGORE (THE MYRIAD-MINDED MAN) વિશે સાહિત્યકાર કિરીટ દૂધાત અને સાહિત્યસર્જક DIANA L. ECKના પુસ્તક INDIA ( A SACRED GEOGRAPHY ) વિશે સાહિત્યકાર નરેશ વેદ પુસ્તકનો પરિચય કરાવી આસ્વાદલક્ષી વક્તવ્ય આપશે. આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *