Ahmedabad, Gujarat, May 3, સાહિત્યસર્જક નીરવ પટેલના પુસ્તક ‘બહિષ્કૃત ફૂલો’ વિશે સાહિત્યકાર કાલિન્દી પરીખે અને સાહિત્યસર્જક દલપત ચૌહાણના પુસ્તક ‘ગીધ’ વિશે પ્રો. ભરત મહેતાએ આજે આજે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઓડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ, ગુજરાત ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ‘પુસ્તક-પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક નીરવ પટેલના પુસ્તક ‘બહિષ્કૃત ફૂલો’ વિશે સાહિત્યકાર કાલિન્દી પરીખે અને સાહિત્યસર્જક દલપત ચૌહાણના પુસ્તક ‘ગીધ’ વિશે પ્રો. ભરત મહેતાએ પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.
આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
કાલિન્દી પરીખ : નીરવ પટેલે ‘બહિષ્કૃત ફૂલો ‘ નામના તેમના અછાંદસ કાવ્ય સંગ્રહમાં દલિતોને થયેલા અન્યાય અને પીડાને વાચા આપી છે. તેમણે નાત-જાત, ઊંચ-નીચના ભેદો, રાજકારણ, ખેલાતા પ્રપંચો વગેરેનું સરળ અને સહજ શૈલીમાં નિરૂપણ કર્યું છે. તેમના આ કાવ્યોમાં વેધકતા, વ્યંગ અને વિદ્રોહ જોવા મળે છે. તેમણે છેવાડાના અને ઉપેક્ષિતોના દર્દ ભર્યા અનુભવોને આલેખી તેમની કલમ દ્વારા ન્યાય અપાવવાનું કાર્ય કર્યું છે.
ભરત મહેતા : ‘ગીધ’ દલિતસાહિત્યની ઉત્તમ નવલકથા છે.શરણાગતિ નહીં એ દલિતસાહિત્યનું જમા પાસું છે.જે આ નવલકથામાં જોવા મળે છે.