અમદાવાદ, 25 મે, અમદાવાદ શહેરમાં 6મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ નેશનલ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધાના આયોજકે જણાવ્યું કે 6મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ નેશનલ કરાટે સ્પર્ધા નું આયોજન ગુજરાત વાડોકાઇ કરાટે ડો એસોસિએશન ના આયોજક પી.કે.બંસલ, ચેરમેન હાંસી રાજેશ અગ્રવાલ અને મહામંત્રી ડૉ. દુબ્રોતો દાસ, એડવોકેટ વિરલ અગ્રવાલ વિગેરે ના માર્ગદર્શન મા આજ થી બે દિવસ 25 થી 26 મે દરમ્યાન એકા ક્લબ, કાંકરિયા તળાવ પાસે અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ છે.
ઉપરોકત સ્પર્ધાનું ઉદઘાટન આજે દીપ પ્રજવલન દ્વારા મુખ્ય અતિથી બાળુભાઈ શુકલ- મુખ્ય દંડક, ગુજરાત સરકાર, શ્રીમતી પ્રતિભાબેન જૈન, મેયર,અહમદાબાદ શહેર, જી.એસ. મલિક,પોલીસ કમિશનર અહમદાબાદ શહેર, સુમન તલવાર બોલિવૂડ અભિનેતા ના હસ્તે યોજવામાં આવેલ છે.
આ સ્પર્ધામા ગુજરાત ના ૧૮ જિલ્લા ની ટીમ શિહાન અરવિંદ રાણા, શિહાન પ્રવીણ ચૌહાન તેમજ વડોદરા થી સેંસેઇ રાકેશ યાદવ, નિખિલ અગ્રવાલ, અભિષેક અગ્રવાલ,, મનીષા માલી વિગેરે ની ટીમ ઉપરાંત મહારાષ્ટ્ર થી પ્રમોદ જાધવ, દમણ દિવ થી અગમ ચોનકર, વેસ્ટ બેંગાલ થી સંતુ હલ્ડર, આંધ્ર પ્રદેશ થી સતીશ અરુણાચલથી યારદા નિકી, આસામ થી તોનમોય નાથ, ઉત્તરાખંડ થી ઉદયવિર સિંધ, ઓડિશા થી મનોજ નાઈક, ઉત્તર પ્રદેશ થી પ્રદીપ તિવારી અને નવનીત કુમાર, રાજસ્થાન થી કનૈયા કલાવત, જમ્મુ કાશ્મીર તી અનિલ કરોત્રા, છત્તીસગઢ થી સાઈ ક્રિષ્ના, તમિલનાડુ થી તુમ્પા ચૌધરી, તેલંગાણા થી સોમેશ્વર રાવ, કર્ણાટક થી રિયાઝ શૈખ વિગેરે ૧૮રાજ્યો નાં ૩૦૦ થી વધારે વિદ્યાર્થીયો ભાગ લેવા અમદાવાદ આવશે.
આ સ્પર્ધામા ૧૪ વર્ષ થી નીચે ના ભાઈ અને બહેનો ની કાતા અને કુમિતે ની સ્પર્ધા ના વિજેતાને 25 મેના રોજ સાંજે ૫ વાગે શ્રી અમિત ઠાકર, ધારાસભ્ય-વેજલપુર, અમદાવાદ ના હસ્તે મેડલ આપી સન્માનિત કરવા મા આવશે
એના ઉપરાંત 26મે ના રોજ સાંજે ૫ વાગે ૧૪ વર્ષ થી ઉપર ના વિજેતા વિદ્યાર્થી ને શ્રી ગોરધન ઝડફીયા ઉપપ્રમુખ-ભાજપના હસ્તે મેડલ આપી સન્માનિત કરવા મા આવશે.