Spread the love

અમદાવાદ, 27 મે, ગુજરાતમાં મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે લાઇફસેવર નામની એક મોટી પહેલ શરૂ કરી છે,
આ પહેલ પર સ્ટર્લિંગ હોસ્પિટલ્સનાં એમડી અને સીઇઓ ડૉ. સિમરદીપ ગિલે કહ્યું હતું કે, જેનો ઉદ્દેશ 10,000થી વધારે સ્વયંસેવકોને મહત્વપૂર્ણ પ્રાથમિક સહાયની જાણકારી અને કુશળતાઓ સાથે સજ્જ કરવાનો છે અને એ પણ નિઃશુલ્ક એટલે કે કોઈ પણ પ્રકારનાં ચાર્જ વિના. “લાઇફસેવર” નામમાં જ એનું મિશન કે એનો ઉદ્દેશ સમાયેલો છેઃ તાલીમ મેળવનાર દરેક વ્યક્તિને સંભવિત જીવનરક્ષક કે લાઇફસેવર બનાવવાનો, કટોકટી દરમિયાન મહત્વપૂર્ણ અસર ઊભી કરવા સક્ષમ બનાવવાનો. “ચેતવણી વિના કટોકટી ઊભી થઈ શકે એવી દુનિયામાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાથી જીવન અને મૃત્યુ વચ્ચે ફરક પાડી શકાય છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં અમે માનીએ છીએ કે, દરેક વ્યક્તિ જીવન બચાવવાની સંભવિતતા કે ક્ષમતા ધરાવે છે. અમારી લાઇફસેવર પહેલ સમગ્ર ગુજરાતમાં સમુદાયોને તબીબી કટોકટી દરમિયાન ઝડપથી કામ કરવા આવશ્યક કૌશલ્યો અને આત્મવિશ્વાસ સાથે સક્ષમ બનાવશે. સમયસર અને ઉચિત અભિગમ સુનિશ્ચિત કરીને અમારો ઉદ્દેશ નિવારી શકાય એવા મૃત્યુમાં ઘટાડો કરવાનો અને સજ્જતાનો અભિગમ વિકસાવવાનો છે. આપણે ખભેખભો મિલાવીને સલામત, વધારે જવાબદાર સમુદાય, જીવન બચાવવા ફરક લાવવા સજ્જ સમુદાયનું સર્જન કરી શકીએ.”
લાઇફસેવર પહેલ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)માંથી ચિંતાજનક આંકડાઓને પરિણામે ઊભી થયેલી મહત્વપૂર્ણ જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે. આઇસીએમઆરનાં જણાવ્યાં મુજબ, ભારતમાં દર વર્ષે આશરે 428,000 મૃત્યુ તબીબી સારવાર મેળવવામાં વિલંબને કારણે થાય છે. ગુજરાતમાં પ્રાથમિક સારવારની કુશળતાઓ ધરાવતા બાયસ્ટેન્ડર્સ ન હોવાથી દર વર્ષે અનેક લોકો મૃત્યુ પામે છે. લાઇફસેવરનો મુખ્ય ઉદ્દેશ તબીબી કટોકટી દરમિયાન ઉચિત અભિગમ અને સમયસર કામગીરી કરવાથી હોસ્પિટલમાં ભરતી અગાઉ મૃત્યુની સંખ્યા ઘટાડવાનો છે.
લાઇફસેવર ત્રણ તાલીમ કાર્યક્રમો ઓફર કરે છેઃ મૂળભૂત તાલીમ કાર્યક્રમ, જે પાયાની પ્રાથમિક સારવારની કુશળતાઓ પૂરી પાડી છે, જે લોકોને તબીબી કટોકટીમાં શું કરવું અને શું ન કરવું એ વિશે જાણકારી આપે છે. પછી એડવાન્સ્ડ ટ્રેનિંગ, જે રેપિડ રિસ્પોન્સ ટીમ્સ (આરઆરટી) તૈયાર છે. આ ટીમના સભ્યો જટિલ સ્થિતિમાં કટોકટીમાં ઊંડી જાણકારી ધરાવતી ટેકનિકોનો ઉપયોગ કરીને તબીબી વ્યવસાયિકોને ટેકો આપે છે. ત્યારબાદ ટ્રેન ધ ટ્રેનર કાર્યક્રમ સર્ટિફાઇડ કે પ્રમાણિત ટ્રેનર્સ તૈયાર કરે છે, જેઓ તેમનાં સમુદાયોનાં સભ્યોને પ્રાથમિક સહાય કેવી રીતે એ શીખવે છે, જેથી સતત અને બહુસ્તરીય અસર થશે.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદનાં ઇમર્જન્સી વિભાગના હેડ ડૉ. અભિષેક શર્માએ કહ્યુ હતું કેઃ “અમદાવાદ જેવા ઝડપી શહેરમાં દરેક ક્ષણ કિંમતી છે. અહીં લાઇફસેવર પહેલ ખરેખર મહત્વપૂર્ણ છે. લોકો કટોકટી દરમિયાન ઘણી વાર નિઃસહાય હોવાનું અનુભવે છે, પરંતુ લાઇફસેવર તાલીમ સાથે તેઓ તાત્કાલિક કામગીરી કરવા સજ્જ થશે. આ તાલીમ આપણાં નાગરિકોને વાસ્તવિક ફરક લાવવા સક્ષમ બનાવવા, વ્યવસાયિક તબીબી મદદ માટે આવે એ અગાઉ જીવન બચાવવા મદદરૂપ થશે. અમદાવાદનાં નાગરિકોને આ કુશળતાઓ સાથે સજ્જ કરીને અમે સલામત અને વધારે મજબૂત સમુદાયનું નિર્માણ કરીશું.”
લાઇફસેવર એક સાથસહકારમાં થતો પ્રયાસ છે, જેમાં ઇઆર વિભાગના હેલ્થકેર વ્યવસાયિકો, નિષ્ણાત જેવું માર્ગદર્શન પૂરું પાડતાં સ્વયંસેવકો, તાલીમ અને ટેકો તથા જાગૃતિ લાવવાની પ્રક્રિયા સંકલાયેલી છે. આનો અમલ નિયમિત કાર્યશાળાઓ અને વર્ચ્યુઅલ તાલીમ સત્રો, વેબિનારો મારફતે સમગ્ર ગ્રૂપમાં અમારા તમામ એકમોમાં બહુસ્તરીય અભિગમ મારફતે થશે, જેથી બહોળી ભાગીદારી ઊભી થશે. લાઇફસેવર પહેલ સાથે વ્યક્તિઓ અને સંસ્થાઓ તેમનાં સમુદાયોમાં મહત્વપૂર્ણ ફરક લાવી શકે છે. આપણે ખભેખભો મિલાવીને ખાતરી કરી શકીએ કે તબીબી કટોકટીમાં કોઈ વ્યક્તિને નિઃસહાયતનો અનુભવ ન થાય.