Spread the love

Bhavnagar, Gujarat, Jan 05, ગુજરાત માં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા રેલવે કર્મચારીઓના આશ્રિત બાળકોમાં સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત નિબંધ લેખન તેમજ ચિત્રકલા અને પેઇન્ટિંગ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવા હેતુ હાલમાં જ એ એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આજે જણાવ્યું કે વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ રેલવે ઓફિસર્સ ક્લબ, ભાવનગર પરા ખાતે યોજાયો.
મહિલા કલ્યાણ સંગઠનએ નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન, તેમજ ચિત્રકલા અને પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન હાલમાં જ કર્યું હતું. આ બંને સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરનાર પસંદગીતિ વિજેતા પ્રતિભાગીઓને સંગઠનની અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્મા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન ભાવનગર મંડળ સાંસ્કૃતિક સંગઠનના સભ્યો તેમજ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ, ભાવનગર રેલવે મંડળના સભ્યોને પણ તેમના યોગદાન અને સક્રિય ભાગીદારી બદલ સંસ્થાની અધ્યક્ષા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
સન્માન સમારોહમાં વિજેતા પ્રતિભાગીઓ તેમના વાલીઓ સાથે હાજર રહ્યા. આ અવસરે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળની ઉપાધ્યક્ષ શ્રીમતી મોનિકા શર્મા, સેક્રેટરી માયા ત્રિપાઠી, ટ્રેજરર વંદના પાટીદાર, કલ્ચરર ઇન્ચાર્જ રશ્મિ મલિક, કેટરિંગ ઇન્ચાર્જ શિખા રાણા તેમજ અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.
મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માત્ર બાળકોની સર્જનાત્મક પ્રતિભાને મંચ પૂરું પાડતો નથી, પરંતુ તેમને પ્રોત્સાહિત કરીને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.