Spread the love

અમદાવાદ, 11 ઓગસ્ટ, ગુજરાત ના અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગની સંયુક્ત ટીમએ ૧,૭૦,૧૦,૫૧૦ રૂપિયા નો હાઇબ્રીડ ગાંજાનો જથ્થો પકડ્યો છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગની સંયુક્ત ટીમએ અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે શંકાસ્પદ કુરીયરોની તપાસ કરતાં કુલ – ૩૭ શંકાસ્પદ પાર્સલ મળી આવેલ. જેમાં વગર પાસ પરમીટનો બિન-અધિકૃત હાઇકોવોલીટીનો હાઇબ્રીડ ગાંજાનો જથ્થો ૫ કિલો ૬૭૦ ગ્રામ ૧૭ મીલી ગ્રામ હાઇકોવોલીટીનો હાઇબ્રીડ ગાંજાના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિમત રૂપિયા ૧,૭૦,૧૦,૫૧૦/-(એક કરોડ સિત્તેર લાખ દસ હજાર પાંસો દસ રૂપિયા) ગણાય.
ઉપરોક્ત બન્ને એજન્સીઓ દ્રારા નિયમિત દેખરેખ દરમ્યાન એક ઈનપુટ મળેલ કે, પેડલર્સ સરહદો પારથી માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરી માટે ડાર્કવેબ અને અન્ય સોશિયલ મીડીયા નો ઉપયોગ કરે છે.
ઉપરોક્ત બાબતે અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૬૭૨૪૦૧૦૪/૨૦૨૪ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૦(બી), ૨૧(બી), ૨૩, ૨૯ મુજબ તથા આઇ.ટી.એકટ કલમ-૬૬(સી) મુજબનો ગુનો દાખલ થયેલ છે.
એમણે જણાવ્યું કે આ પ્રકારની નવી મોડસ ઓપરેન્ડી જેમાં ઉપરોક્ત માદક દ્રવ્યો અલગ અલગ CHEETOS, DORITOS, COOKIES, KIDS TRAVEL AIRBED, AIR PURIFIER, SOFT TOYS, બાળકોના રમકડા, ચોકલેટ, જેન્ટ્સ લેડીઝ ડ્રેસ, બ્લુટુથ સ્પીકર, લેડીઝ ફુટવેર વિગેરે ના પાર્સલમાંથી સંતાડેલા મળી આવેલ છે. આ કામે વધુ તપાસ ચાલુ છે.