Spread the love

Ahmedabad, Gujarat, May 07, ગુજરાત ના અમદાવાદમાં ‘મધુવન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે મીલ ઑનર્સ બિલ્ડિંગ ઓડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ, નવલકથાકાર, વાર્તાકાર મનહરલાલ નગીનદાસ ચોક્સી ની ૨૦મી પુણ્યતિથિએ ‘મધુવન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. ‘મધુવન’ અંતર્ગત જાણીતા ગાયક,સ્વરકાર વિપુલ આચાર્યએ મનહરલાલ ચોક્સીની ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ કરી.
મનહરલાલ ચોક્સીના જીવન વિશે મનહરલાલ ચોક્સીના પુત્ર અને કવિ ડૉ. મુકુલ ચોક્સીએ અને મનહરલાલ ચોક્સીની કાવ્યસૃષ્ટિ વિશે કવિ રઈશ મનીઆરે વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે મનહરલાલ ચોક્સીના પરિવારજનો, સાહિત્યકારો અને કવિતાના ભાવકો-ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
મુકુલ ચોક્સી : અમારું ઘર ‘મધુવન’ એ કવિઓની ધર્મશાળા કહેવાય. એ જ્યોતિષ પણ જાણતાં અને પરિચિતોને જેટલું સારું થવાનું હોય તે જણાવતાં અને એ સાચું પણ પડે.ભગવતીકુમાર શર્માએ મનહરલાલનું નામ સંકોચ પાડેલું. એમનો એવો સ્વભાવ હતો.ચંદ્રકાન્ત બક્ષી મનહરલાલ ચોકસીને મનહરબાબુ કહેતાં.એમનો સ્વભાવ એવો હતો કે સૌના માટે એ અજાત શત્રુ હતાં.
રઈશ મનીઆર : મનહરલાલ ચોક્સીના જીવનમાં કવિઓ પ્રત્યે સ્પર્ધાભાવ નહીં. અન્ય કવિ પોંખાય તો રાજી થાય. મનહરલાલ ચોક્સીએ જેટલી ગઝલો લખી છે એમાંથી ત્રણ ટકા ગઝલ પ્રકાશિત થઇ છે. માતબર લખ્યું અને નક્કર લખ્યું છે.સંકોચપૂર્વક બેસે, સંકોચપૂર્વક વર્તન. સંકોચ એમનો ગુણ કહી શકાય.ગઝલસંગ્રહ ઉપરાંત નવલકથા પણ પ્રકાશિત થયેલ છે.નવોદિત કવિઓ માટે મનહરલાલે સુરતમાં ગઝલોની શિબિર અને બેઠકો દ્વારા કેટલીય પેઢીઓને તાલીમ આપી.એટલે મનહરલાલને ઉસ્તાદ કહેતાં.
રજૂ થયેલ ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ :
~ઓમકાર બિન્દુની પ્રાર્થના ગઝલમાં છે.
સ્વની શોધ માટેની આદ્રતા ગઝલમાં છે.
~મળતાં નથી એ વાતની ફરિયાદ પણ નથી.
ક્યારે મળ્યાં હતાં એ મને પણ યાદ નથી.
~ફરી આજ, તારો ગણી વાત કર,
મને સ્વસ્થતાથી બધી વાત કર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *