Ahmedabad, Gujarat, Jan 22, ગુજરાત ના અમદાવાદમાં
જયશંકર સુંદરીની ૫૦મી પુણ્યતિથિ નિમિત્તે આજે સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે બુધવારે,સાંજે ૦૬૦૦ કલાકે, રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ગુજરાત સંગીત નાટક અકાદમી,ગાંધીનગરના આર્થિક સહયોગથી,ઓમ કૉમ્યુનિકેશન દ્વારા પદ્મભૂષણથી સન્માનિત નાટ્યકાર જયશંકર સુંદરીની ૫૦મી પુણ્યતિથિ નિમિત્તે ‘સૌભાગ્ય સુંદરી’ શીર્ષક હેઠળ સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
‘સૌભાગ્ય સુંદરી’અંતર્ગત જાણીતા ગાયક કલાકાર મોસમ મહેતા, મલકા મહેતા, શુભાંગી ચૌહાણે નાટ્યકાર જયશંકર સુંદરીનાં નાટકોનાં ગીતોની સંગીતમય પ્રસ્તુતિ કરી તથા ટીવી,ફિલ્મ અને નાટકના જાણીતા કલાકાર નિસર્ગ ત્રિવેદીએ સંચાલન કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને નાટ્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
જયશંકર સુંદરીનાં નાટકોનાં ગીતોની પ્રસ્તુતિ :
-દીનાનાથ હે દયાળ…
-જગદંબે રહેજો સહાય …
-બાઈ રે કપટી ના મન મારું …
-આવો મીઠાં મહેમાન…
-મોહ પટ ઘટમાં ઝટપટ…
-પહેલાં લાલચ લાગે મીઠી…
-નજર કરો નાથ જરા…
-સંતો ભગવાનને છે પ્યારા…
-દિલ ના બન નાદાન…
-મેં દુનિયા સઘળી જોઈ…
-ભાગ્યનો વિધાતા તું છો…
-જામે જ્યમ જ્યમ જામની…
-તારી છું રે…
-કરો પ્રભુનું સ્મરણ…
-જરા કહોના સાંવરિયા…
-કોઈ દૂધ લ્યો…
-ફૂલ ફાગરનો ઘાઘરો…
