અમદાવાદ, 01 આેગસ્ટ, ગુજરાત માં અમદાવાદ ના ચાંદખેડામાં શ્રી મહાકાલજીની પાલખી યાત્રા નું પાંચ આેગસ્ટના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
આયોજક શ્રી પાર્શ્વનાથનગર દેવ મંદિર ટ્રસ્ટ તરફ થી જણાવવામાં આવ્યું છે કે શ્રી નિલકંઠ મહાદેવ મંદિર જનતાનગર, ચાંદખેડા ખાતે પવિત્ર શ્રાવણ માસ ના પહલા સોમવારે ઉજ્જૈનનાં ભગવાન શ્રી મહાકાલજીની પાલખી યાત્રા નું પાંચ આેગસ્ટના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી મહાકાલ મંદિર, અમદાવાદનાં પ.પુ. સંત શ્રી ગગનબાપુ વિશેષ ઉપસ્થિત રહેશે.
આ અવસરે ધર્મ ધજા મહા બાઈક રેલી નું આયોજન 04 આેગસ્ટે રવિવાર ને બપોરે ૦૩૧૫ કલાકે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, જનતાનગર, થાંદખેડા થી પ્રસ્થાન કરશે.
સોમવાર ૦૫ આેગસ્ટે સવારે ૦૮૧૫ કલાકે અભિષેકાત્મક લઘુરુદ્ર, બપોરે ૦૨૧૫ કલાકે શ્રી ચંદ્રમૌલેશર અને શ્રી મનમહેશ ભગવાન નું પૂજન, બપોરે ૦૩૦૦ કલાકે ભગવાન ના સ્વરૂપ નું પ્રાણ પૂજન, બપોરે ૦૩૩૦ કલાકે પાલખી પૂજન, બપોરે ૦૩:૪૦ કલાકે યજમાનો દ્વારા પૂજન, બપોરે ૦૪૦૦ કલાકે “ગાર્ડ ઓફ ઓનર”, બપોરે ૦૪:૧૫ કલાકે ક્ષિપ્રા પૂજન, સાંજે ૦૫:૦૦ કલાકે શ્રી મહાકાલજી પાલખી યાત્રા પ્રારંભ, રાત્રે ૧૦:૧૫ કલાકે ૧૦૦૮ દીપ ની મહાઆરતી (મુખ્ય કોમનપ્લોટ ખાતે) અને રાત્રે ૧૦:૩૦ કલાકે નિજ મંદિર માં પ્રવેશ (પાલખી આરતી) અને શયન આરતી પ.પુ. સંત શ્રી ગગન બાપુ ના વરદ્દ હસ્તે કરવામાં આવશે.
પાલખીયાત્રા માં ભગવાનના વિવિધ સ્વરૂપો શ્રી ચંદ્રમૌલેશ્વર, શ્રી નટરાજ, શ્રી ઉમામહેશ, શ્રી હોલકર, શ્રી ઘટાટોપ, શ્રી સપ્તધાન, શ્રી ગણગૌર, શ્રી ભૂતનાથ, શ્રી કોટેશ્વર, શ્રી નીલકંઠ, શ્રી સાક્ષીગોપાલ અને શ્રી મનમહેશ ના દર્શન થશે અને ભગવાન શ્રી મહાકાલજી ની રજત પાલખી ઉપર ડ્રોન દ્વારા ૧૦૮ કિલો ગુલાબ ની પાંખડી થી પુષ્પ વર્ષા કરવામાં આવશે.