Spread the love

~જિલ્લા કલેકટરએ બાળકના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવીને સર ટી. હોસ્પિટલની કામગીરીને બિરદાવી
~જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલે તાપીબાઈ વિકાસ ગૃહ જઈને બાળકનો શિશુગૃહમાં પ્રવેશ કરાવ્યો
Bhavnagar, Gujarat, May 12, ગુજરાત ના ભાવનગરમાં ત્યજી દેવાયેલ બાળકને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યું.
કૌશિક શીશાંગીયાએ આજે જણાવ્યું કે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ત્યજી દેવાયેલ બાળકને આજે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના હસ્તે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યો હતો. કલેક એ સર ટી. હોસ્પિટલ ખાતે જિલ્લા બાળકોના વિભાગની મુલાકાત લઈ આ ત્યજી દેવાયેલ બાળકના સ્વાસ્થ્ય અંગેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ બાળકના સ્વાસ્થ્ય, વજન, વિકાસ, મેડિકલ હિસ્ટ્રી અને તેને આપવામાં આવેલી સારવાર અંગે માહિતી મેળવીને સર ટી. હોસ્પિટલના બાળકોના વિભાગની કામગીરીને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરની સર ટી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ગત ફેબ્રુઆરી માસમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને બાદમાં આ મહિલા પોતાના નવજાત બાળકને ત્યજીને ફરાર થઇ ગઇ હતી. આ બાળકને કલેક્ટરશ્રીના હસ્તે સર ટી. હોસ્પિટલ ખાતે ચાઇલ્ડ વેલ્ફેર કમીટીને સોંપવામાં આવ્યો હતો.
આ વેળાએ કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલે ભાવનગરના તાપીબાઈ વિકાસ ગૃહ જઈને આ બાળકનો શિશુગૃહમાં પ્રવેશ કરાવ્યો હતો તેમજ તાપીબાઈ વિકાસ ગૃહ દ્વારા બાળકોના સંભાળ અને સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની માહિતી મેળવી હતી.
આ કામગીરીમાં મેડિકલ કોલેજ ડીન સુશીલ ઝા, સર ટી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. ચિન્મય શાહ, આર.એમ.ઓ. ડૉ. તુષાર આદેસરા, બાળ વિભાગના વડા ડો. મેહુલ ગોસાઈ, ચાઈલ્ડ વેલ્ફેર કમીટી ભાવનગર નાં ચેરમેનશ્રી/સભ્ય શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એન.બી.ચૌહાણ અને બાળ સુરક્ષા અધિકારી શ્રી નવનીતભાઈ અરવિંદભાઈ જોષી દ્વારા તમામ જવાબદારી સંભાળી બાળક નાં ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ ની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ માટે જહેમત ઉઠાવવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *