Spread the love

Ahmedabad, Gujarat, Dec 01, ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિમાં રવિવારની સાંજે મ્યુઝિકલ બેન્ડ પરફોર્મન્સ, વ્યંગપૂર્ણ સંગીતમય નાટક અને કુચીપુડી નૃત્યનો અદ્દભૂત સંગમ રજુ કરાયો.
સંગીત અને નૃત્ય રસિકો માટે આાજ સાંજ અવિસ્મરણીય બની રહી હતી. દિલ્હી અને ગોવાથી આવેલ પ્રતિભાશાળી કલાકારો દ્વારા રવિવારે કાર્યક્રમમાં ગતિશીલ સંગીત પ્રસ્તૃતિ, મનમોહક સંગીત સાથેના વ્યંગાત્મક નાટક અને મંત્રમુગ્ધ કરી દેનાર કુચીપુડી નૃત્ય પ્રસ્તૃતિ રજુ કરવામાં આવી.
ઉર્જામય વાતાવરણમાં રવિવારની સાંજનો પ્રારંભ દિલ્હીના લોકપ્રિય બેન્ડ ધ અનિરુધ વર્મા કલેક્ટિવની શાનદાર પ્રસ્તૃતિ સાથે થયો. જેમાં તેમણે પોતાના ઉર્જાવાન અને લાગણીશીલ સંગીત સાથે રવિવારની સાંજને ચાર ચાંદ લગાવી દીધા. ત્યાર બાદ ગોવાના કલાકાર કીતન જાધવે પોતના વિચારપ્રેરક સંગીતમય વ્યંગ નાટકથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. આ નાટ્ય પ્રસ્તૃતિમાં કીતન જાધવે રમુજ અને મેલોડીનો સમન્વય રજુ કરીને દર્શકોને પેટપકડાવીને હસાવાની સાથે વિચારવા માટે પ્રેરીત કર્યા. દિલ્હીના કલાકાર અમૃતા લાહિરી દ્વારા અદભૂત કુચીપુડી નૃત્ય પ્રસ્તૃતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં તેમણે જટિલ હિલચાલ અને લાગણીશીલ વાર્તાના માધ્યમથી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કર્યો હતો.
દિલ્હી સ્થિત કલાકારોના પ્રતિષ્ઠિત ગ્રુપ “ધ અનિરુધ વર્મા કલેક્ટિવ” એ પોતાની પ્રસ્તૃતિ “કહત કબીર” માં કબીર દાસની રચનાઓને એક અનોખા અંદાજમાં રજુ કરી. આ સંગીતમય પ્રસ્તૃતિ બે ભાગમાં રજુ થઈ હતી, જેના પ્રથમ ભાગમાં કબીરની મુળ રચાઓને તેના મુળ સ્વરૂપમાં રજુ કરાઈ હતી, જયારે બીજા ભાગમાં સમગ્ર ગ્રુપ દ્વારા સંપૂર્ણ રીતે વ્યવસ્થિત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બેવડા દ્રષ્ટિકોણનો ઉદેશ્ય દર્શકોને પરંપરાગત અને સમકાલીન બંને રીતે કબીરના કાલાતીત ઉપદેશની વ્યાપક સ્તર ઉપર સમજાવવાનો હતો. આ શાસ્ત્રીય અને લોક તત્વોના કલેક્ટિવ સંગમ દરેક વર્ગના દર્શકો માટે મનમોહક અને વિચારપ્રેરક અનુભવ બની રહે છે.
ગોવાના કીતન જાધવે પોતાની સંગીતમય વ્યંગ પ્રસ્તૃતિ ‘IELO’ ને માસ્ક, શારીરિક અને હાવભાવ સાથે રજુ થતા નાટકના રૂપમાં રજુ કરી, જેમાં ઑબ્જેક્ટ થિયેટર અને ગોવાના લોક સંગીતનો સમાવેશ કરવામાં આવ્યો. જેમાં હાપ્પુસ વંધના રાજાની વાર્તા કહેવામાં આવી, જે ગામને સમૃદ્ધિના પ્રતીક તરીકે હાથી ભેટમાં આપે છે. જો ક્જે આ હાથી તબાહી મચાવે છે, આંતરમનમાં રહેલ ઉજાગર કરે છે તેમજ ગ્રામજનોને “પ્રગતિ” અને તેની ચુકવવી પડતી કિંમતનો સામનો કરવા વિવશ કરે છે.
દિલ્હીના કુચીપુડી નૃત્યાંગના અમૃતા લાહિરીએ પોતાની પ્રસ્તૃતિ ‘અનંતા – અનલિમિટેડ વુમન’ રજુ કરી હતી, જેમાં સશક્ત સ્ત્રી પાત્રો, લાગણીઓ અને મહિલાઓની અમર્યાદિત પ્રકૃતિ અને કલ્પનાનો ઉપયોગ કરીને ખાસ સંદેશ રજુ કરવામાં આવ્યો છે. જટિલ મુદ્રાઓ અને ભાવપૂર્ણ વાર્તાની રજુઆતના માધ્યમથી તેમનું નૃત્ય મહિલાઓના વિવિધ અનુભવો અને તેમના વિજયોને અસરકારક રીતે રજુ કરીને દર્શકોને મહિલા સશક્તિકરણ ઉપર ભાર આપવા પ્રેરીત કરે છે.
વિઝ્યુલ આર્ટસ ઇન્સ્ટલેશન: ઓડિશા મુળની સુભાસ્મિતા ઘડેઈ એક સમકાલીન દ્રશ્ય કલાકાર છે. તેઓ પોતાની “દેહાતિતા રે બરશા, બસંત, વૈશાખા” નામની કલાકૃતિ દ્વારા મહિલાઓના બહુમુખી અનુભવો રજુ કરે છે અને મુલાકાતીઓને મહિલાઓની લાગણીઓ, પીડા અને જીવનના વિવિધ તબક્કાના સંઘર્ષને સમજવા માટે પ્રેરીત કરે છે. તેમની કલા ઓડિશાની સમૃદ્ધ પરંપરાઓનું સન્માન કરીને સહજીવન અને સશક્તિકરણની વાર્તાઓને આકાર આપે છે. તેઓનું માનવુ છે કે નારીત્વની જટિલતાઓ અંગે ચર્ચા થવી જોઈએ, જેનો પડઘો પોતાની કલાકૃતિમાં પાડતા સમકાલીન ટુકડાઓના માધ્યમથી દર્શકોને પોતાની કલાના સાર્વત્રિક વિષયો સાથે જોડાવવા આમંત્રિત કરે છે.
વડોદરાના કલાકાર અર્ચના સિંઘે પોતાની “સ્વિંગ ટ્રી” કલાકૃતિ રજુ કરી. આ મનમોહક કલાકૃતિ તમને એક એવી પરિવર્તનકારી યાત્ર ઉપર લઈ જવા આમંત્રિત કરે છે, કે જ્યાં જૈવિક અને અજૈવિક એક સાથે રજુ થાય છે. કલાકારનું માનવું છે કે આ કલાકૃતિ કોકૂન જેવા માળખા તરીકે કામ કરે છે, જે આપને એક નરમ દોરા જેવી રચનાઓથી ઢાંકી દે છે. ઉપરથી લટકેલી આકૃતિઓ વૃક્ષના વિસ્તારને દર્શાવે છે, જે ચિંતન અને જોડાણને બળ પ્રદાન કરે છે. અર્ચના સિંઘને આશા છે કે ફોરેસ્ટ બાથિંગ (શિનરીન-યોકુ) થી પ્રેરિત તેમની કલા દર્શકોને પોતાની કૃતિ સાથે વાતચિત કરવા પ્રોત્સાહિત કરશે, જેનાથી આપણા પારિસ્થિતિક સબંધો અંગે ઉંડા ચિંતનને પ્રોત્સાહન મળશે. આ કૃતિના માધ્યમથી કલાકાર એક એવુ સ્થળ બનાવવા માંગે છે, જ્યાં તમે પ્રકૃતિના સારનો આનંદ માણી શકો, કલ્પનાઓ કરી શકો અને તેની સાથે જોડાઈ શકો.
વડોદરાના અન્ય એક કલાકાર મીત વરવડાએ પોતાની વિચારપ્રેરક કલાકૃતિ “ધ વેકેશન હોમ” રજુ કરી. આ કલાકૃતિ ઘરેલુ સ્થળની જટિલતાઓ (ખાસ કરીને સંયુક્ત પરિવારમાં) ને ઉજાગર કરે છે. આ કલાકૃતિ મુલાકાતીઓને પોતાના વ્યક્તિગત અનુભવોની મદદથી એક યાત્રા ઉપર લઈ જાય છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ઘરનું સ્વપ્ન આરામદાયક અને પડકારજનક બંને હોઈ શકે છે. કલાકારનો ઉદ્દેશ્ય દૃશ્યમાન અને છુપાયેલી ક્ષણોને જોડીને આપણા જીવનને આકાર આપનાર આ સ્થળોને પ્રિતિપાત્ર બનાવવાનો છે.
અભિવ્યક્તિ ઉત્સવમાં દર્શકો વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકે છે.
આગામી દિવસનો કાર્યક્રમ નીચે મુજબ છે