Ahmedabad, Gujarat, Nov 30, ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિએ શનિવારે દર્શકોને આકર્ષવામાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. વર્તમાન આવૃત્તિના મુલાકાતીઓની સંખ્યા એક લાખના આંકડાને વટાવી ગઈ છે. ૧૫ દિવસ સુધી ચાલનાર આ પ્રોજેક્ટના માત્ર દસમાં દિવસે જ આ નવો રેકોર્ડ બની ચુક્યો છે.
એક દિવસીય ફ્લિપબુક એનિમેશન વર્કશોપનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું અને દર્શકોને મંત્રમુગ્ધ કરનાર એક કથક નૃત્ય પ્રસ્તૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
વિઝ્યુઅલ આર્ટસ શૈલીમાં કૌમુદી સહસ્રબુધે – બેચલર ઓફ ફાઈન આર્ટસ અને ભારતની પ્રથમ લાઈવ અને એનિમેશન ફીચર ફિલ્મ: ભાગમતી માટે લીડ એનિમેટરે, આજે એક દિવસીય “ફ્લિપબુક એનિમેશન વર્કશોપ” નું આયોજન કર્યું હતું. એનિમેશનના વિવિધ સ્વરૂપોમાં, ફ્લિપબુક એનિમેશન ગતિ બનાવવાની સૌથી આદિમ છતાં અત્યંત મનોરંજક પદ્ધતિઓમાંની એક છે. ફ્લિપ પુસ્તકો બનાવવાનું તમામ ઉંમરના લોકોને આકર્ષે છે. નાના બાળકો હોય કે મોટા વયસ્કો, ફ્લિપબુક બનાવટ એક સરળ છતાં પરિપૂર્ણ કલાત્મક પ્રવૃત્તિ તરીકે કામ કરે છે. વર્કશોપમાં 10+ વર્ષ વય જૂથના 50 સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમણે વિચારમંથન, સ્કેચિંગ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો અને વર્કશોપમાં રસપ્રદ ફ્લિપબુક બનાવવાનો પણ આનંદ લીધો હતો.
કથક નૃત્યાંગના ધારા વનેરાએ પોતાની પ્રસ્તૃતિ ‘ધ સ્ટોરી ઑફ સન એન્ડ મૂન’ રજૂ કરી હતી. તેમણે એક એવુ અદ્દભૂત પ્રસ્તૃતિ રજુ કરી જેમાં જટિલ ફૂટવર્ક, આકર્ષક હલનચલન અને ભાવપૂર્ણ વાર્તાનો અનોખો સમન્વય કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તૃતિ સુર્ય અને ચંદ્રની વાર્તા રજુ કરે છે, જેઓ પોતાની વચ્ચે મતભેદો છતાં પ્રેમમાં પડે છે. કથકના માધ્યમથી પ્રસ્તૃતિ પૂનમ થી અમાવસ્યા સુધી ચંદ્રના વિવિધ તબક્કાઓમાં તેમની પ્રેમ કથાને દર્શાવે છે. જેમ જેમ સૂર્યનો પડછાયો ધીમે ધીમે ઓછો થતો જાય છે તેમ તેમ ચંદ્ર ચમકતો જાય છે, જે પડકારોનો સામનો કરવા માટે સ્થિતિસ્થાપકતા અને સ્થાયી પ્રેમનું પ્રતીક છે. ભાવનાત્મક સંગીત સાથેની તેમની ભાવાત્મક નૃત્ય અભિવ્યક્ત દર્શકોને યાદગાર અનુભવ પ્રદાન કરે છે.
વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટલેશન: કોલકાતાના વિઝ્યુઅલ આર્ટિસ્ટ પૃથ્વીશ દાવ પોતાની કલા દ્વારા શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને સામાજિક-રાજકીય વિકાસને દર્શાવે છે. “લેગેસી ઓફ સિટીઝ” નામની તેમની કલાકૃતિ દ્વારા પૃથ્વીશ દાવ આપણને સમયની સફર પર લઈ જાય છે. તેઓ કોલકાતાની વાસ્તુકલા અને સામાજિક ઇતિહાસના વિકાસના સાક્ષી બનવવા આપણને પ્રેરીત કરે છે. પોતાની સ્તરવાળી રચનાઓ દ્વારા પૃથ્વીશ દાવ ભૂતકાળ અને વર્તમાનને સહજતાથી એકીકૃત કરે છે, શહેરની પરંપરાગત રચનાઓ અને તેમની અંદરથી પ્રગટ થતી વાર્તાઓને ઉજાગર કરે છે. પૃથ્વીશ દાવનું માનવું છે કે ઈતિહાસને સંરક્ષિત કરવા ઉપરાંત તેની સાથે નવી પેઢીઓને જોડવા માટેનું એક મજબુત માધ્યમ તરીકે કામ કરે છે. કોલકાતાની સાંસ્કૃતિક બાબતો અને અદ્વિતિય ચરિત્રને પ્રસ્તૃત કરીને પૃથ્વીશ દાવ અલગ અલગ સમુદાયો વચ્ચે રહેલ અંતરને દુર કરવા અને શહેરના ભવ્ય વારસાને અન્ય લોકો સુધી પહોંચાડવા માંગે છે.
રાજસ્થાનના કોટાના કલાકાર હસન શાહરૂખે પોતાની કલાકૃતિ “ભાવ નગરી” રજુ કરી. આ કલાકૃતિ ભારતીય પૌરાણિક કથાઓ અને ભવિષ્યવાદી વિજ્ઞાન કથાઓના માધ્યમથી મુલાકાતીઓને એક મનમોહક યાત્રા ઉપર લઈ જાય છે. આ ઇમર્સિવ પ્રદર્શન AI નૈતિકતા અને સામાજિક મૂલ્યોને રજુ કરીને પરંપરા અને નવીનતાને જોડવાનો પ્રયત્ન કરે છે. હસન શાહરૂખનું માનવુ છે કે કલા લોકોને સમકાલીલ મુદ્દાઓને સમજવાની સાથે તેમને પોતાના વારસા ઉપર ગર્વ કરવા પ્રેરીત કરે છે. પોતાની ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવેલ કલાકૃતિઓ અને ઇમર્સિવ અનુભવોના માધ્યથી દર્શકોને આત્મખોજ અને પ્રતિબિંબની સફર પર લઈ જાય છે, તકનીકી પ્રગતિ અને નૈતિક વિચારો વચ્ચેના નાજુક સંતુલન પર સંવાદ કરવા પ્રેરીત કરે છે.
અનિલ મજમુદારે “કલેક્ટિવ મેમરી” નામની પોતાની કલાકૃતિ રજુ કરી, જે મુલાકાતીઓને સહિયારા અનુભવોથી આકાર લેતી દુનિયામાં લઈ જાય છે. તેમની કલા એ સહિયારા અનુભઓને ઉજાગર કરે છે, જે નોટબંધી સમયનો સામનો કરનાર દરેક સમાજની સામુહિક સ્મૃતિનું પ્રતીક બની ગયા છે. આ કલાકૃતિ ભ્રામક સ્થિતીની યાદો અને અચાનક થયેલ પરિવર્તન સાથે અનુકુળ થવાની લોકોની યાત્રા દર્શાવે છે, જે મુલાકાતીઓના માનસ પટલ ઉપર ઉંડી છાપ છોડી જાય છે.
અભિવ્યક્તિ ઉત્સવમાં દર્શકો વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકે છે.