Abu Road, Sep 03, Rajasthan ના Abu Shantivan ખાતે ૫૦૦ સુશિક્ષિત કુમારીઓના પ્રશિક્ષણ શરૂ થઇ ગયું છે.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર દેશભરમાંથી આવેલ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી બ્રહ્માકુમારીઝ માં સમર્પિત સેવાના લક્ષથી ૨૧ દિવસની ટ્રેનિંગમાં ૫૦૦ કુમારીઓ પવિત્ર જીવન અપનાવી આવનારા દિવસોમાં આજીવન માનવસેવા માં પોતાને સમર્પણ કરશે. આબુ શાંતિવન ખાતે આ ટ્રેનિંગનો પ્રારંભ કરાવતા વડા દાદી રતન મોહિનીજીએ સર્વને પરમાત્મા શિવની શિવ શક્તિ બની ભારત પર સ્વર્ણીમ દુનિયાની સ્થાપના માટે સમર્પિત જીવન અપનાવવા આશીર્વચન આપેલ.
એમણે જણાવ્યું કે વૈશ્વિક સેવામાં સમર્પિત હજારો બ્રહ્માકુમારી બહેનો વિશ્વના ૧૪૦ દેશોમાં માનવસેવાનું સર્વોત્તમ કાર્ય કરી રહેલ છે ત્યારે વર્તમાન મોબાઈલ વ્યસન ફેશનમાં વ્યસ્ત યુવા ધનને પ્રેરણા આપવા તથા સર્વના આધ્યાત્મિક સશક્તિકરણ માટે દેશની ૫૦૦ બેટીઓ સકારાત્મક જીવન શૈલીની ટ્રેનિંગ લઈ રહેલ છે.