Abu, Sep 05, શિક્ષક દિવસ નિમિત્તે આજે બ્રહ્માકુમારી દ્વારા રાષ્ટ્રીય અધ્યાત્મિક શૈક્ષણિક મહાસંમેલનનો આબુ શાંતિવન ખાતે પ્રારંભ ૪૦૦૦ શિક્ષા વિદો ઉપસ્થિત રહ્યા.
બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર વૈશ્વિક અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા આજનો દિવસ અતિ મહત્વનો રહ્યો જ્યારે છેલ્લા ૮૬ વર્ષથી સમાજના અધ્યાત્મ અને સર્વાંગી વિકાસ માટે દેશના ૯ હજાર સેવા કેન્દ્રો પર જીવનમાં અતિ મહત્વના આધ્યાત્મ શિક્ષણ ઇશ્વરીય જ્ઞાન અને રાજયોગાના માધ્યમથી શિક્ષણ આપી રહેલ છે.
બ્રહ્માકુમારીઝ ના મુખ્ય શાંતિવન ખાતે પણ શિક્ષક દિવસે આજે વિશાળ શૈક્ષણિક મહાસંમેલન નો પ્રારંભ સંસ્થાના વડા ડો.દાદી રતન મોહિનીજીના આશીર્વચન સાથે પ્રારંભ થયો તે દિવસે આ મહા સંમેલનમાં સ્વસ્થ અને સશક્ત ભારતની સ્થાપના માટે અધ્યાત્મ શિક્ષણની આવશ્યકતા વિષયે દેશભરથી આવેલ અનેક યુનિવર્સિટીના કુલપતિઓ રજીસ્ટ્રાર પ્રોફેસરો તથા શિક્ષા વિધયો ૪૦૦૦ ની સંખ્યામાં આવેલ છે જેનો આજે ઉદ્ઘાટન થયેલ છે ૩ દિવસ આ વિષયે મનોમંથન થશે જેમાં શાળાઓ અને કોલેજોમાં અધ્યાત્મજ્ઞાન વિષય દાખલ કરવા ચર્ચા થશે.
આજે શિક્ષક દિવસ નિમિત્તે છેલ્લા ૮૬ વર્ષથી અધ્યાત્મક શિક્ષિકા ૫૦ હજાર બ્રહ્માકુમારી બહેનોનું દેશ-વિદેશના સેવા કેન્દ્ર પર બ્રહ્માકુમાર ભાઈ બહેનો એ સન્માનિત કરેલ જેણે જીવનમાં દિવ્યતા પવિત્રતા શાંતિ સદભાવ જેવા માનવીય મૂલ્યોની સ્થાપના કરી ભારત પર સ્વર્ણીમ યુગની સ્થાપનામાં અતિ આવશ્યક પોતાનું યોગદાન આપેલ છે.
આ દિવસે ૧૦૧ વર્ષીય દાદી રતન મોહિનીજીએ વિશ્વ માનવને સર્વોચ્ચ શિક્ષક પરમપિતા પરમાત્મા ના ઈશ્વરીયજ્ઞાન રાજયોગી જીવનશૈલી અપનાવી ભારત પર સનાતનની દિવ્ય સંસ્કૃતિની સ્થાપના માટે પોતાને અધ્યાત્મ સશક્ત બની દેશ સેવામાં સમર્પિત થવા વિશાળ મહાસંમેલનમાં અનુરોધ કરેલ.