Spread the love

અમદાવાદ, 24 જુલાઈ, એ.સી.બી. ની ટીમએ ફારૂક યુસુફભાઇ કરાર ને રૂ 100 લાંચની સ્વીકારતા પકડ્યો.
એ.સી.બી. સૂત્રોએ જણાવ્યું કે હકીકત એવી છે કે, અમદાવાદ શહેર તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવતા જતા વાહનોને પોલીસ તથા હોમગાર્ડ તથા ટી.આર.બી ના માણસો વાહનો રોકી લાઈસન્સ, પી.યુ.સી, રોંગ સાઇડ, નો-પાર્કિંગ, ઓવર લોડીંગ વિગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવા બદલ રૂ.૧૦૦/- થી રૂ.૨૦૦૦/- સુધીની લાંચની માંગણી કરતા હોય તેવી ચોક્કસ બાતમી મળેલ.
જે આધારે આજરોજ ડીકોયરનો સહકાર મેળવી સદર બાતમી સબંધે ડીકોયરને સાથે રાખી ડીકોયની શક્યતાઓ તપાસતા ટ્રાફિક પોઇન્ટ, ઉલારીયા ચાર રસ્તા ટ્રાફિક બુથ આગળ, ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તાર, અમદાવાદ ગ્રામ્ય ખાતે આરોપી ફારૂક યુસુફભાઇ કરાર (પ્રજાજન)એ ડીકોયરની લોડીંગ રીક્ષા ઉભી રખાવી ડીકોયરને રૂ.૧૦૦૦/- નો મેમો ન ફાડવાના બદલામાં ડીકોયર સાથે લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦૦/- ની લાંચની માંગણી કરી, રકઝકના અંતે રૂ.૧૦૦/- લાંચની માંગણી કરી, સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.