Spread the love

Gandhinagar, Gujarat, Mar 01, ગુજરાત નાં રાજ્ય વેરા અધિકારી વર્ગ-૨ ને એ.સી.બી. ની ટીમએ સફળ ટ્રેપ કરી સ્થળ ઉપર પકડ્યા.
એ.સી.બી. તરફ થી આજે જણાવવામાં આવ્યું કે આ કામે હકિકત એવી છે કે, આ કામે ફરીયાદીના ધંધાના જી.એસ.ટી. નંબરમાં ઓફીસનુ સરનામુ બદલવાના અને ધંધામાં એચ.એસ.એન.કોડ અને ધંધાનો હેતુ બદલવા સારૂ અને મેમો નહી આપવા સારૂ આ કામના આરોપી (સુરેન્દ્રસિંહ હરિસિંહ પુરોહીત, રાજ્ય વેરા અધિકારી, વર્ગ-૨, સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ઘટક-૨૪, ત્રીજો માળ, બ્લોક નંબર-૨૦, જુના સચિવાલય, ગાંધીનગર)એ પ્રથમ રૂપિયા 50,000/- ની માંગણી કરી, રકજકના અંતે રૂ.૧૫,૦૦૦/- આપવાનુ નક્કી કરી, તે પૈકી રૂ.૫,૦૦૦/- પ્રથમ લાંચ પેટે લીધેલ. અને બાકીના રૂ.૧૦,૦૦૦/- પછી આપવા જણાવેલ.
જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ઘટક-૨૪, ત્રીજો માળ, બ્લોક નંબર-૨૦, જુના સચિવાલય, ગાંધીનગરમાં લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી સ્થળ ઉપર પકડાઇ જઇ, ગુનો કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *