Spread the love

~રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ
Gandhinagar, Gujarat, Oct 06, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૬,૯૨૧ કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષ ના, દંડક ના, નાયબ દંડક અને ઉપદંડક તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૪ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે.
શ્રી પટેલએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.