Spread the love

Ahmedabad, Gujarat, Mar 13, ગુજરાત ના અમદાવાદમાં ઇનટરનેટના માધ્યમથી રમકડા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં યુ.એસ.એ., કેનેડા તેમજ થાયલેન્ડ વિગેરે દેશોમાંથી ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવેલ હાઇબ્રીડ ગાંજા, એમ.ડી. ડ્રગ્સ તથા ચરસનો જથ્થો કુલ કિ.રૂ. ૩,૪૫,૨૫,૦૦૦/- કબ્જે કરી એન.ડી.પી.એસ. એકટ હેઠળ કાર્યવાહી કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.
ક્રાઇમ બ્રાન્ચ તરફથી આજે પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું કે
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી સોર્સ મારફતે માહિતી મળેલ હતી કે, અમદાવાદ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં આવેલ ભારતીય પોસ્ટલ વિભાગની ફોરેન પોસ્ટ ઓફીસ (આયાત) વિભાગમાં શંકાસ્પદ પાર્સલ જુદા જુદા દેશમાંથી આવેલ છે જે પાર્સલોમાં ગેરકાયદેસર રીતે હાઇબ્રીડ ગાંજો મંગાવવામાં આવેલ છે. જેથી આ હકીકતની આસી. કમિશ્નર(કસ્ટમ્સ)ની કચેરી ખાતેથી જરૂરી ખાત્રી તપાસ કરાવતાં કસ્ટમસ અધિકારીશ્રીએ તા.૧૨/૦૩/૨૦૨૫ ના રોજ કુલ-૧૦૫ પાર્સલ જરૂરી તપાસ તથા કાર્યવાહી અર્થે રજુ કરેલ હતા.
ક્રાઇમ બ્રાન્ચની ટીમને કસ્ટમ્સ વિભાગ દ્વારા ફોરેન પોસ્ટ ઓફીસમાં ધણા લાંબા સમયથી પડી રહેલ શંકાસ્પદ પાર્સલો સોંપતા સરકારી પંચો રૂબરૂ દરેક પાર્સલની ચકાસણી કરી સીઝર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ કાર્યવાહી દરમ્યાન રમકડા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં યુ.એસ.એ., કેનેડા તેમજ થાયલેન્ડ વિગેરે દેશોમાંથી ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવેલ હાઇબ્રીડ ગાંજા, એમ.ડી. ડ્રગ્સ તથા ચરસનો જથ્થો મળી કુલ કિ.રૂ. ૩,૪૫,૨૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી ડી.સી.બી. પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદામાલ: હાઇબ્રીડ ગાંજો – ૧૦૫૫૦ ગ્રામ કિ.રૂ. ૩,૧૨,૫૦,૦૦૦/-, ચરસ ૭૯ ગ્રામ કિ.રૂ. ૩,૯૫,૦૦૦/-, એમ.ડી. ડ્રગ્સ – ૨૪૮ ગ્રામ કિ.રૂ. ૨૪,૮૦,૦૦૦/-, કેનાબીલ ઓઇલ ૫ એમ.એલ.ની એક એવી કુલ-૩૨ કાચની ટ્યુબ, આઇસોપ્રોપાઇલ નાઇટ્રેટ – ૨૫ એમ.એલ. ની એક એવી બોટલ નંગ-૬
ગુનાની એમ.ઓ.: ડાર્ક વેબ તથા ઇન્ટરનેટના માધ્યમથી યુ.એસ.એ., કેનેડા તેમજ થાયલેન્ડ જેવા દેશોમાંથી અધુરા સરનામા અથવા ખોટા સરનામા પર અધુરા તેમજ ખોટા નામે ગે.કા. ગાંજો, ચરસ, એમ.ડી. ડ્રગ્સ જેવા નાર્કોટીકસ પદાર્થ અમુક વ્યકિતઓ દ્વારા મંગાવવામાં આવે છે. વિદેશથી મોકલી આપવામાં આવતા પાર્સલોમાં સોફટ ટોયસ તથા ખાદ્ય સામગ્રી, પ્રોટીન પાવડર વિગેરે ચીજવસ્તુની આડમાં માદક પદાર્થ મોકલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *