Spread the love

Ahmedabad, Oct 18, Gujarat ના અમદાવાદમાં ડે.મ્યુનિ.કમિશનર(મધ્ય ઝોન)ની સીધી રાહબરી હેઠળ મધ્ય ઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવામાં આવ્યા.
નાયબ નગર વિકાસ અધિકારી (મધ્ય ઝોન) તરફથી આજે જણાવવામાં આવ્યું કે મધ્ય ઝોન હદ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ, કાલુપુર ફ્રુટ માર્કેટ, કાલુપુર શાક માર્કેટ, જમાલપુર ફૂલ બજાર, જમાલપુર શાક માર્કેટ, પ્રેમ દરવાજા, શાહપુર પગથીયા થી ત્રિપાઠી હોલ, ૧૨૦૦ બેડ હોસ્પિટલ, રક્ષા સર્કલ. ઘેવર સર્કલ, રાજશ્થાન હોસ્પિટલ, ડફનાળા સર્કલ, સુભાષ બ્રીજ, દધીચિ બ્રીજ સુધી રોડની બંને બાજુ દબાણો દબાણ સ્ટાફ તથા દબાણ ગાડી દ્વારા દુર કરી કુલ ૧૨ નંગ લારી તથા ૧૨૫ નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે.
મધ્ય ઝોન વિસ્તારમાં ભદ્ર પરિસરમાંથી તમામ પાથરણા વાળાના દબાણો દબાણ સ્ટાફ અને દબાણ ગાડી દ્વારા દુર કરવામાં આવેલ છે. આમ ભદ્ર પરિસર દર્શનાર્થીઓ તથા ટ્રાફિક ની અવર જવર માટે ખુલ્લો કરવામાં આવેલ છે.
મધ્યઝોન હદ વિસ્તારમાં જમાલપુર વોર્ડમાં આવેલ સરદાર મ્યુનિ.હેલ્થ ક્વાટર્સ ઘણા વર્ષો જુના હોવાથી જર્જરિત થયેલ છે. જેથી ધી જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ ની કલમ ૨૬૮ ની જોગવાઈ અનુસાર ભયજનક મિલકતનો ઉપયોગ/વપરાશ બંધ કરવા માટે કુલ ૧૩ બ્લોક માં ૩૧૨ જેટલી નોટીસ આપવામાં આવેલ છે.
આમ આજ રોજ મધ્ય ઝોનમાં એસ્ટેટ ખાતા દ્વારા ૧૨ નંગ લારી, ૧૨૫ નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે. મધ્ય ઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની ઝૂંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવનાર છે.