Spread the love

Ahmedabad, Gujarat, Feb 06, ગુજરાત માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું વર્ષ 2025-26નું 14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે.

મ્યુનિ. કમિશનરએ રૂ. 14,001નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કર્યું. બજેટમાં ગત વર્ષના બજેટ કરતા રૂ. 3,200 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે મનપાનું બજેટ ડ્રાફ્ટ બજેટ રૂ. 10,801 હતું.

બજેટ મુજબ શહેરના 51 રોડ વાઈટ ટોપિંગ બનશે. સાથે જ 108 રોડ ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવશે. ઉપરાંત 100 નવા ટ્રાફિક જંક્શન બનશે અને CG રોડ મ્યુનિસિપલ માર્કેટનું રી-ડેવલપમેન્ટ થશે. “સસ્ટેનેબલ અને પ્રોગ્રેસીવ” મથાળા હેઠળ મ્યુ. કમિશનરએ બજેટ રજૂ કર્યું. શહેરમાં 22નવા ગાર્ડન બનાવવામાં આવશે.

AI સેલ અને GIS અને MIS સેલની સ્થાપના, ભદ્ર પ્લાઝાને રી-ડેવલપમેન્ટ. હેલ્થ રેકોર્ડનું ડિજિટલાઈઝેશન કરવામાં આવશે. 3 નવા ફાયર સ્ટેશન લાંભા, રામોલ-હાથીજણ, શાહીબાગમાં બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *