Spread the love

Ahmedabad, Sep 19, Gujarat ના Ahmedabad માં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ( એએમએ) દ્રારા ” કહત કાર્ટૂન…: ડાયનોસોરથી ડ્રોન સુધી” વિષય પર એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બધા માટે પ્રવેશ: નિ:શુલ્ક છે.
એએમએ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે એએમએ દ્રારા “કહત કાર્ટૂન…: ડાયનોસોરથી ડ્રોન સુધી” વિષય પર જાણીતાં જીવનચરિત્રકાર, અનુવાદક, સંપાદક અને બ્લોગર શ્રી. બીરેન કોઠારી દ્રારા શુક્રવાર, સપ્ટેમ્બર ૨0, ૨0૨૪ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, એએમએ કેમ્પસ ખાતે સાંજે ૬:૩૦થી ૭:૪૫ વાગ્યા સુધી એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્ટૂન મૂળભૂત રીતે દૃશ્યકળા છે, પણ મોટા ભાગના લોકો કાર્ટૂનને ‘વાંચી’ને આગળ વધી જાય છે. તેના દૃશ્યાત્મક ભાગ તરફ ભાગ્યે જ ધ્યાન જાય છે. રાજકીય કે સામાજિક વિષય સિવાયનાં કાર્ટૂન હોઈ શકે? કાર્ટૂનમાં કેવા કેવા વિષયો આવરી લેવાયા છે? કાર્ટૂન શી રીતે અસરકારક બની શકે? આવા અનેક સવાલોના જવાબ આ રમૂજપ્રેરક, જ્ઞાનવર્ધક અને બુદ્ધિગમ્ય વાર્તાલાપ થકી મેળવવાનો પ્રયત્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *