Gandhinagar, Gujarat, Jan 15, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના માણસામાં અંદાજે રૂ.241 કરોડના મૂલ્યની અનેક વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે અન્ય વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી શાહે આજે જ ગુજરાતનાં કલોલ, ગાંધીનગર ખાતે 19 વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને ₹194 કરોડનાં 8 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.
