~ગાંધીનગરમાં રમાઈ રહેલી 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી–2026ની જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આણંદ, અમદાવાદ, બરોડા અને ગાંધીનગરની ટીમોએ સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો.

Gandhinagar, Gujarat, July 26 (VNI): ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી–2026 અંતર્ગત યોજાઈ રહેલી જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રવિવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચોના પરિણામ બાદ આણંદ, અમદાવાદ, બરોડા અને ગાંધીનગરની ટીમોએ સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 27 જુલાઈએ પ્રથમ સેમી ફાઇનલમાં આણંદનો મુકાબલો અમદાવાદ સામે થશે, જ્યારે બીજી સેમી ફાઇનલમાં બરોડા અને ગાંધીનગર આમને-સામને ટકરાશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મૂલરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું કે 20 જુલાઈથી શરૂ થયેલી ટુર્નામેન્ટમાં રવિવારે ચાર ક્વાર્ટર ફાઇનલ મેચો રમાઈ હતી. પ્રથમ મેચમાં રાજકોટ અને આણંદ વચ્ચે રોમાંચક જંગ જોવા મળ્યો હતો. મેચની અંતિમ ક્ષણો સુધી સ્કોર 2-2થી બરાબર રહ્યો હતો, પરંતુ મેચ પૂર્ણ થવામાં બે મિનિટ બાકી હતી ત્યારે આણંદે નિર્ણાયક ગોલ ફટકારી 3-2થી જીત મેળવી સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
બીજી ક્વાર્ટર ફાઇનલમાં અમદાવાદે મોરબીને એકતરફી મુકાબલામાં હરાવી સરળતાથી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્રીજી મેચમાં બરોડાએ શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો. વીર ગજ્જર, દર્શ દેસાઈ અને આયુષ ઉપાધ્યાયના એક-એક ગોલની મદદથી બરોડાએ વલસાડને 3-0થી પરાજય આપી અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે છેલ્લી ક્વાર્ટર ફાઇનલમાં ગાંધીનગરે ભાવનગરને 3-0થી હરાવી સેમી ફાઇનલમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી હતી.
ગાંધીનગરમાં યોજાઈ રહેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ગુજરાતના 23 જિલ્લાઓની ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓની પસંદગી કરીને ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે પણ સિલેક્શન કરવામાં આવી રહ્યું છે. VNI NEWS, Gujarat Junior Boys Football Tournament, Balaram Kshatriya Memorial Trophy 2026, Anand Football Team, Ahmedabad Football Team, Vadodara Football Team, Gandhinagar Football Team, Gujarat Football, Junior Boys Inter District Tournament, Balaram Kshatriya Trophy, Gandhinagar Sports, Football Gujarat, GSFA, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *