Ahmedabad, Gujarat, Feb 27, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) એ “GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025” ના આયોજનની આજે જાહેરાત કરી છે.
GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જીનીઅરે જણાવ્યું કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી GCCI કે જે રાજ્યના વ્યાપાર ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા છે તે આગામી તારીખ 1 માર્ચ 2025 ના રોજ “GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025” ના આયોજનની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ અનુભવે છે. પ્રસ્તુત સમિટ GCCI ના એન્વાયરમેન્ટ, સોસીઅલ તેમજ ગવર્નન્સ ટાસ્ક ફોર્સ દ્વારા આયોજિત થઇ રહેલ છે. GCCI દ્વારા આયોજિત થઇ રહેલ આ એક સીમાચિહ્નરૂપ પ્રસંગ સમગ્ર રાજ્યમાં સસ્ટેનેબિલિટી તેમજ ઔદ્યોગિક વિકાસ વચ્ચે સહયોગ પ્રસ્થાપિત કરવા બાબતે સંવાદ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રથમ પ્રસંગ છે.
પ્રસ્તુત સમિટ અગ્રણી ઉદ્યોગ અગ્રણીઓ, સસ્ટેનેબિલિટી તેમજ પર્યાવરણ ક્ષેત્રે નામાંકિત તજજ્ઞો, આ અંગે વિવિધ નીતિ ઘડતર સાથે સંકળાયેલ અગ્રણીઓ અને પર્યાવરણ ક્ષેત્રના વિશ્વકક્ષાએ નામાંકિત અગ્રણીઓ વચ્ચે વિચારવિમર્શ માટે, વિવિધ વ્યૂહરચનાઓ તેમજ પર્યાવરણ અંગે ટકાઉ પદ્ધતિઓને અપનાવવા બાબત સંવાદ માટે નિર્ણાયક ચર્ચાઓનું એક સુંદર પ્લેટફોર્મ પૂરું પાડશે. GCCI દ્વારા આયોજિત આ સમિટ વિવિધ ઉદ્યોગોને તેઓના વિકાસની સાથે સાથે સસ્ટેનેબિલિટીને પ્રાધાન્ય આપવા તેમજ સુસંગત કરવા અને તેઓની વિવિધ કાર્યપધ્ધતિઓને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક શ્રેષ્ઠ કાર્યપધ્ધતિઓ સાથે સુસંગત કરવા બાબતે એક અગત્યની પહેલ છે. રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક શ્રેષ્ઠ કાર્યપધ્ધતિઓ સાથે સુસંગત કરવા બાબતે એક અગત્યની પહેલ.
GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025 એ વ્યૂહાત્મક પહેલ છે જેનો હેતુ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલ “2070 સુધીમાં નેટ- ઝીરો કાર્બન ઇમિશન બાય 2070” પરિપૂર્ણ કરવાની આપણા દેશની પ્રતિબદ્ધતા ને સમર્થન આપવાનો છે. આ ઇવેન્ટ નેટ ઝીરો વિઝનને પરિપૂર્ણ કરવા એક અદના નાગરિકને પણ પ્રોત્સાહિત કરવા પર ખાસ ભાર મૂકશે તેમજ ખાસ કરીને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) ને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 8000, થી વધુ MSMEs ના સભ્યપદના આધાર સાથે, GCCI જાગૃતિ વધારવા અને વિવિધ MSMEs ને તેઓની કાર્યપધ્ધતિમાં સસ્ટેનેબેલ બિઝનેસ મોડેલ અપનાવવા સક્ષમ બનાવવાનો પ્રયાસ કરે છે, જે દિન પ્રતિદિન વિકાસ પામી રહેલ વૈશ્વિક સસ્ટેનેબલ લેન્ડસ્કેપ માટે આપણા ઔદ્યોગિક એકમોની તૈયારીને સુનિશ્ચિત કરવા મદદરૂપ સાબિત થશે.
નોલેજ એક્સચેન્જ અને સહયોગ માટેનું પ્લેટફોર્મ: આ સમિટમાં અદાણી ગ્રૂપ અને અરવિંદ ગ્રૂપ જેવા અગ્રણી સંગઠનોના પર્યાવરણ તેમજ સસ્ટેનેબલ વિભાગના અગ્રણીઓ સહિત 30 જેટલા પ્રતિ. વક્તાઓ અને પેનલિસ્ટો હાજર રહેશે દ્યોગના આ મોવડી ઓ પર્યાવરણ અંગે વિઝન, તે અંગે જરૂરી શ્રેષ્ઠ પ્રયાસો અને તેઓના પોતાના સસ્ટેનેબિલિટી પરિપૂર્ણ કરવા અંગેના અનુભવો શેર કરશે. વધુમાં, આ ઇવેન્ટ યુનાઇટેડ કિંગડમ, ડેનમાર્ક અને નેધરલેન્ડમાં થી ઉપસ્થિત નિષ્ણાતો પાસેથી પણ તેઓના જ્ઞાન અને અનુભવનો લાભ લઇ માર્ગદર્શન પ્રાપ્ત કરવાની તક પૂરી પાડશે, વૈશ્વિક નોલેજ એક્સચેંજ ને પ્રોત્સાહિત કરશે અને સસ્ટેનેબિલિટી ક્ષેત્રે સફળ થયેલ વૈશ્વિક સ્ટ્રેટેજી પ્રસ્તુત કરવાની તક પૂરી પાડશે.
IIM અમદાવાદ, IIT ગાંધીનગર, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી GTU અને અમદાવાદ યુનિવર્સિટી સહિત 20 થી વધુ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સમિટની સફળતા બાબતે તેઓનો આ અંગેનો વિશાળ અનુભવ તેમજ આવડત પુરા પાડશે. આયોજિત સમિટ વૈવિધ્યસભર પ્રતિનિધિત્વ તમામ ક્ષેત્રોમાં સસ્ટેનેબિલિટી અંગેના પડકારો તેમજ અનેકવિધ તકોના વ્યાપક અભ્યાસ કરવાની ખાતરી આપે છે.
શ્રી સંદીપ એન્જીનીઅરે તે બાબત પર ખાસ ભાર મુક્યો હતો કે “GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ” ઔદ્યોગિક વિકાસના એક મહત્વપૂર્ણ સિદ્ધાંત તરીકે સસ્ટેનેબિલિટીને પ્રાથમિકતા આપવા બાબતે એક પરિવર્તનકારી સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેઓએ વધુમાં જણાવ્યું કે GCCI દ્વારા આયોજિત આ સમિટ સસ્ટેનેબિલિટી ક્ષેત્રે વૈશ્વિક તજજ્ઞો તેમજ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલ સહભાગીઓ વચ્ચે જરૂરી માહિતી માટેના પ્રવર્તમાન અંતરને દૂર કરવા અંગેનો એક સંનિષ્ઠ પ્રયાસ છે. તેઓએ સસ્ટેનેબલ પદ્ધતિઓ સાથે સંકળાયેલ તજજ્ઞો, વિવિધ વ્યવસાયો અને ખાસ કરીને MSMEs ને પર્યાવરણીય જવાબદારી સાથે સુસંગત તેવા ભવિષ્યને સુનિશ્ચિત કરવા તેમજ સસ્ટેનેબિલિટી સાથે સુસંગત આર્થિક લેન્ડસ્કેપને આકાર આપવામાં સહયોગ કરવા આમંત્રણ આપ્યું.
GCCI ના વાઇસ પ્રેસિડેન્ટ અપૂર્વ શાહે સમગ્ર ઉદ્યોગોમાં ટકાઉ વૃદ્ધિ અને નવીનતાને પ્રેરિત કરવા માટે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ પહેલ તરીકે આ સમિટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમિટ વ્યવસાયોને સહયોગ કરવા, શીખવા અને ભવિષયલક્ષી વ્યૂહરચના અપનાવવા માટે અનન્ય તક પૂરી પાડે છે જે વૈશ્વિક સસ્ટેનેબલ ધોરણો સાથે સુસંગત છે. તેમણે ખાસ કરીને MSMEsને ટકાઉ પ્રથાઓને અપનાવવા માટે સશક્ત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેનાથી તેઓ વધુને વધુ પર્યાવરણ-સભાન બજારમાં વિકાસ પામી શકે છે. તેમણે તમામ હિતધારકોને અર્થપૂર્ણ પરિવર્તન લાવવા અને ગુજરાતને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે એક મોડેલ તરીકે સ્થાન આપવા માટે હાથ મિલાવવા આહ્વાન આપ્યું હતું.
સમિટના મુખ્ય હેતુઓ: પ્રસ્તુત સમિટ પર્યાવરણ તેમજ સસ્ટેનેબિલિટી અંગે નિર્ણાયક વિષયોને સંબોધિત કરશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: સસ્ટેનેબલ ગુજરાત માટેનું વિઝન અને 2070 નેટ-શૂન્ય લક્ષ્ય હાંસલ કરવાના માર્ગો
•વૈશ્વિક સ્થિરતા અંગે
•વિવિધ ટ્રેન્ડ અને ભારતીય ઉદ્યોગ તેમજ વ્યવસાયો પર તેની અસર
•રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોફિટેબલ સસ્ટેનેબિલિટી તરફ પ્રોત્સાહિત કરવું
•ઓછા-કાર્બન સંક્રમણની ઈકોનોમી MSMEs માં પર્યાવરણ સ્થિતિસ્થાપકતાનું નિર્માણ
•ભારતમાં ગ્રીન પોલિસીનું ભવિષ્ય
આયોજિત વિવિધ સત્રો ઉદ્યોગો તેમજ વ્યવસાયોને તેમની કામગીરીને અનુરૂપ મજબૂત સસ્ટેનેબિલિટી રોડમેપ વિકસાવવા માટે વ્યવહારુ સાધનો અને વ્યૂહરચનાઓથી સજ્જ કરવા માટે રચાયેલ છે.
ઓપરેશનલ નેટ ઝીરો માટે પ્રતિબદ્ધતા: ઓપરેશનલ નેટ ઝીરો ના મિશનને અનુરૂપ, “GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ” એક ઓપરેશનલ નેટ ઝીરો ઇવેન્ટ બની રહેશે. સમિટના દરેક પાસાઓ, જેમાં સહભાગીઓની વિવિધ સ્થળો થી મુસાફરી તે અંગે વિવિધ લોજિસ્ટિક્સ વગેરેનો સમાવેશ થાય છે, આ સમગ્ર કાર્યક્રમનું કાર્બન પ્રભાવને ઘટાડવા માટે સાવચેતીપૂર્વક મેપ કરવામાં આવશે અને માપવામાં આવશે. આ પ્રતિબદ્ધતા આ ક્ષેત્રમાં એક ઉદાહરણીય આગેવાનીરૂપ સાબિત થશે અને આપણા દૈનિક કાર્યો તેમજ વ્યવહારમાં સસ્ટેનેબિલિટીના મહત્વને ઉજાગર કરવા માટેના ઇવેન્ટના સમર્પણને પ્રતિબિંબિત કરશે.
“GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ” ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં સસ્ટેનેબલ પદ્ધતિઓ તેમજ પ્રથાઓને ઉત્તેજન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. વૈવિધ્યસભર હિસ્સેદારોને એકસાથે લાવીને, ઇવેન્ટનો ઉદ્દેશ્ય “એક્શનેબલ પરિવર્તન” ને વાસ્તવિકતા પ્રદાન કરવાનો છે તેમજ વિવિધ વ્યવસાયોને સસ્ટેનેબલ ભવિષ્યના પડકારો અને તકોને નેવિગેટ કરવા માટે સુસજ્જ કરવાનો છે.
