Ahmedabad, Sep 24, ASME ફાઉન્ડેશન ઇન્ડિયા, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અમદાવાદ અને ASME એન્જિનિયરિંગ એજ્યુકેશન ડિવિઝન (MEEd®) સાથે મળીને “આવતી પેઢીના ઇજનેરોને સક્ષમ બનાવવા” શીર્ષકથી એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
GTU તરફ થી આજે જણાવવામાં આવ્યું કે સેમિનાર, વર્કશોપ અને સહયોગી પહેલો દ્વારા, MEEd® એ ભવિષ્યના પડકારો માટે એન્જિનિયરોની આગામી પેઢીને તૈયાર કરવા માટે જરૂરી સાધનો સાથે શિક્ષકો અને સંસ્થાઓને સાધનસજ્જ કરવાના હેતુ થી આયોજિત કરવામાં આવ્યું. આ સેમિનારમાં 230 થી વધુ સહભાગીઓ મોટાભાગે ફેકલ્ટી સભ્યો અને પ્રેક્ટિશનરો હતા. મિકેનિકલ એન્જિનિયરિંગના શિક્ષણમાં એક નમૂનારૂપ પરિવર્તન અનિવાર્ય છે. ઈન્ડસ્ટ્રી 4.0માં વિક્ષેપજનક રીતે પરિવર્તન થઈ રહ્યું છે. ઇન્ડસ્ટ્રી 4.0માં મિકેનિકલ એન્જિનિયરિંગ શિક્ષણમાં AI અને મશીન લર્નિંગને સમાવવાં જરૂરી છે અને જુદી જુદી ટીમો વચ્ચે સહયોગ માટે તે આવશ્યક છે. યુનિવર્સિટીઓએ મિકેનિકલ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં ઉદ્યોગસાહસિક તત્ત્વોને પણ સામેલ કરવાની જરૂર છે.
શ્રી મધુકર શર્માએ, કેવી રીતે એન્જિનિયરિંગ યુનિવર્સિટીઓએ ઉદ્યોગક્ષેત્રને સાંભળવું જોઈએ, વિદ્યાર્થીઓને ઉદ્યોગમાં પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવા માટે આપણે જે રીતે શીખવીએ છીએ તેમાં જે જરૂરી છે તે અપનાવવા વિશે વાત કરી.
શ્રી યોગી શ્રીરામે ચર્ચા કરી કે કેવી રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020(NEP) તર્કસંગત વિશ્લેષણ/તાર્કિક વિચારસરણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને એન્જિનિયરો માટે આજીવન શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકે છે. NEP ધોરણ 6થી કોડિંગ શીખવવા માટેનો પ્રોગ્રામ ધરાવે છે અને તેમાં કૌશલ્ય અને માનસિક સ્વાસ્થ્ય સહિત વિદ્યાર્થીઓના સર્વગ્રાહી રિપોર્ટ કાર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. NEP અભ્યાસક્રમો મુખ્ય અને ગૌણ ક્ષેત્રો પૂરાં પાડે છે, જેમાં ડ્યુઅલ ડિગ્રી આપવામાં આવે છે.
ડૉ. રાજુલ કે ગજ્જરે જણાવ્યું હતું કે ‘જુગાડ’ અથવા ઈનોવેશન(નવીનતા)નો ખ્યાલ ગુજરાતી સંસ્કૃતિમાં આપોઆપ દૃઢ છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે સરકાર અને ઉદ્યોગોના સમર્થનને કારણે ગુજરાત NEP, 2020ના અમલીકરણમાં ખૂબ જ સારું કરી કાર્ય રહ્યું છે.
શ્રીમતી અવની મલ્હોત્રાએ એન્જિનિયરિંગમાં ટકાઉપણાનાં પાસાંઓની ચર્ચા કરી. ટકાઉપણા અને સમુદાયની અસર પર ધ્યાન કેન્દ્રિત કરતાં, તેણીએ, ભારતમાં ASME ફાઉન્ડેશનની પહેલો વિશે માહિતી આપી. તેમણે વિગતે સમજાવ્યું કે આ ફાઉન્ડેશન કેવી રીતે આ ત્રણ મુખ્ય વ્યૂહરચનાઓ : પ્રેરણાદાયક શિક્ષણ, મહત્ત્વપૂર્ણ કારકિર્દી, અને નવીન વિચારો દ્વારા કાર્યક્રમો અને ઇવેન્ટ્સના માધ્યમથી ઈજનેરી શિક્ષણ અને વૈશ્વિક સ્તરે રોજગારની શક્યતાઓને સુધારે છે.