Spread the love

Gandhinagar, Gujarat, March 14, રાજયોગીની કૈલાશ દીદી દ્વારા સરકાર ના એનસીડી પ્રોગ્રામ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર સેક્ટર ૨૮ની ટીમના અવરનેશ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્ર. કુ. ભરતભાઈએ આજે જણાવ્યું કે કાર્યક્રમમાં સારી એવી સંખ્યામાં ઉપસ્થિત સૌને એનસીડી પ્રોગ્રામ વિશેની વિગતવાર જાણકારી / આવેરનેરસથી માહિતગાર કરવામાં આવેલ. જેમાં એનિમિયા અને ટીબી મુકત ભારત વિશે ની જાણકારી , ન્યુટ્રિશિયન તથા અન્ય રોગો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે ઉપસ્થિત સૌનું બી. પી.અને ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સેવાકેન્દ્ર પ્રભારી કૈલાશ દીદી એ સૌને પરમપિતા પરમાત્મા શિવ બાબાના આશીર્વાદ આપી સદા સ્વસ્થ દીર્ધાયુ ભોગવવા અનુકૂળતાએ બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર પર પધારી રાજયોગનો અભ્યાસ કરવા નિમંત્રણ પાઠવેલ.
આ કાર્યક્રમનો જાહેર જનતાની સાથે સાથે બ્રહ્માકુમારીઝ ના સમર્પિત બ્રહ્માકુમારી ટીચર બહેનો સહિત અનુયાયી ભાઈ બહેનોએ પણ હોંશે હોંશે લાભ લીધેલ. સરકાર ના એનસીડી જેવા આરોગ્ય કાર્યક્રમો એનજીઓના સાથ સહકારથી આયોજિત કરી મોટા સમુદાયને આવરી લેવાના આ પગલાંને લોક સમુદાય તરફથી આવકારવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *