અમદાવાદ, 17 મે, Awfis Space Solutions Limitedનો આઈપીઓ 22 મે ના રોજ ખૂલશે અને 27 મે ના રોજ બંધ થશે.
કંપની તરફ થી જણાવવામાં આવ્યું કે સીબીઆરઈ રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી મોટી ફ્લેક્સિબલ વર્કસ્પેસ સોલ્યુશન્સ કંપની Awfis Space Solutions Limited 22 મે ના રોજ તેના ઇક્વિટી શેર્સનો આઈપીઓ (ઓફર) લઇને આવવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખ એટલે કે 21 મે ના કામકાજના એક દિવસ પહેલા રહેશે. બિડ/ઓફર 27 મે ના રોજ બંધ થશે.
ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 364થી રૂ. 383 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 39 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 39 શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
ઓફરમાં રૂ. 1,280 મિલિયનના મૂલ્યના સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને 12,295,699 ઇક્વિટી શેર્સ (ઓફર્ડ શેર્સ)ના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો નવા સેન્ટર્સ ઊભા કરવા મૂડી ખર્ચ માટે, કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતો પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.