Spread the love

Ahmedabad, Nov 25, ‘રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ’ નિમિત્તે Gujarat ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચીમનલાલ મંગળદાસ ગ્રંથાલયના ઉપક્રમે ‘અભિવ્યક્તિ બાળશિબિર-2’ આયોજન સોમવારના રોજ થયું હતું.
ગ્રંથાલય અને પ્રદર્શનમંત્રી પરીક્ષિત જોશીએ જણાવ્યું કે તેના ઉદ્દઘાટન પ્રંસગે સાહિત્યરસિકો, બાળકો, વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ બાળકોએ કેવી રીતે અભિવ્યક્તિ થવું તેની વિગતે વાત કરી હતી.
પરિષદના મહામંત્રી સમીર ભટ્ટે બાળકોને બાળગીત ગવડાવ્યું હતું, ગ્રંથાલયમંત્રી પરીક્ષિત જોશીએ ગ્રંથાલયના નિરંતર ચાલતા કાર્યક્રમો વિશે વાત કરી હતી. કાર્યક્રમના સંયોજક નટવરભાઈ પટેલે બાળશિબિરના કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. આ આખા કાર્યક્રમનું સંચાલન દિપ્તિ શાહે કર્યું હતું અને આભારવિધિ ઈતુભાઈ કુરકુટિયાએ કરી હતી.