સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાત ના સોમનાથમાં પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડોક્ટર કૃણાલ ભાઈ જોષી દ્વારા શ્રી રામકથાનો પ્રારંભનો પ્રારંભ થયો છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના પ્રથમ દિવસથી ભાટીયા ગ્રાઉન્ડ ખાતે પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડોક્ટર કૃણાલ ભાઈ જોષીના શ્રી મુખે 13 ઓગસ્ટ સુધી શ્રીરામ કથા નું આયોજન કરવામાં આવ્યું છે.
આજરોજ શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના સન્મુખ પૂજન બાદ શ્રી રામકથાની પોથીયાત્રા યોજાઈ હતી. પોથીયાત્રા બાદ ભાટીયા ગ્રાઉન્ડ ખાતે કથા સ્થળે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપભાઈ ચાવડા, સહિતના ટ્રસ્ટ પરિવાર દ્વારા પોથીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટના ભાટિયા ગ્રાઉન્ડ ખાતે શ્રાવણ માસમાં આવનાર શ્રદ્ધાળુઓને સ્વર્ગીય ડોંગરેજી મહારાજની શૈલીના પ્રજ્ઞાચક્ષુ કથાકાર શાસ્ત્રી ડોક્ટર કુણાલભાઈ જોશીના શ્રી મુખે શ્રી રામકથા શ્રવણ કરવાનો લાભ મળશે.