Spread the love

Disa, Oct 22, Gujarat ના ભાવનગર માં નવ નિર્મિત ટાવર ઓફ પીસ ભવનના ઉદઘાટન સાથે ભાવનગર જિલ્લાની ૧૬ કુમારીઓએ પોતાને સમર્પિત કરેલ છે.
બ્રહ્મકુમારીઝ મિડીયા ના શશિકાન્ત ત્રિવેદી ના આજે જણાવ્યાનુસાર માઉન્ટ આબુ અને ગુજરાતભરથી આવેલ ૫,૦૦૦ મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવ નિર્મિત ટાવર ઓફ પીસ ભવનના ઉદઘાટન સાથે ભાવનગર જિલ્લાની ૧૬ કુમારીઓએ પોતાને સમર્પિત કરેલ છે.
સમારંભમાં પોતાની શુભેચ્છા પાઠવતા સાંસદ તથા પૂર્વ મંત્રી નિમુબેન બાંભણીયાએ યુવા માનસ ના સકારાત્મક પરિવર્તન અને સમાજના અધ્યાત્મ ઉત્થાન માટે પ્રેરક ૧૬ કુમારીઓના ત્યાગ તપસ્યા સેવાના કાર્યને બિરદાવી બ્રહ્મકુમારીઝ ના વૈશ્વિક સેવાકાર્ય નો લાભ લેવા સર્વને જણાવેલ. સમારંભમા ગુજરાત ઝોન સંચાલિકા ભરતી દીદી યુવા પ્રભાગ ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજયોગીની ચન્દ્રીકાબેન ગ્રામ વિકાસ પ્રભાગ ના વડા સરલાબેન ઉધોગ પતિ પિયુષ તંબોળી નિશિથ મહેતા સહિત અનેક મહાનુભાવો એ કુમારીઓને આશીર્વચન આપેલ.
૧૬ કુમારીઓ ના માતા – પિતાએ ઇશ્વરીયજ્ઞાન ભારતીય દિવ્ય સંસ્ક્રુતિ અને રાજયોગના પ્રચાર માટે પોતાની દીકરીઓને ખુશી અને ગૌરવ સાથે બ્રહ્મકુમારી સેવાકેન્દ્રપર કાયમ માટે સમર્પિત કરી પોતાને આત્મ અભિમાની ભાગ્યશાળી અનુભવ કરેલ. ભાવનગર સેવાકેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી તૃપ્તિબેને સર્વનો આભાર માનેલ વિશેષ લંડન ઝોન તથા વિદેશ સેવાના સંચાલિકા બ્રહ્માકુમારી જયંતિબેન પોતાના અધ્યાક્ષીય પ્રવચનના ભારતીય ઇશ્વરીયજ્ઞાન થી વિદેશીઓનાં જીવન પરિવર્તન ના અનેક અનુભવ સંભળાવી પોતાને ભારતીય હોવાનું ગૌરવ અનુભવ વર્ણવેલ.
તેમણે જણાવ્યું કે વર્તમાન સમયે જ્યારે બાળ-યુવા માનસ અને સમાજના પરિવાતોમાં અનેક સમસ્યાઓ નકારાત્મકતા અને મનની શક્તિના અભાવથી સમાજ નબળો પડી રહેલા છે. ત્યારે બ્રહ્મકુમારીઝ ના ભાવનગર સેવાકેન્દ્રપર ૧૬ યુવા કુમારીઓએ નિસ્વાર્થ સેવા માટે પોતાના આજીવન સમર્પિત કરી યુવા વર્ગ ને ફેશન-વ્યસન નશા અને નકારાત્મક મોબાઈલ ના ઉપયોગ સામે પ્રેરણા આપેલ છે઼.