Spread the love

Gandhinagar, Gujarat, Feb 18, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ગાંધીનગરથી આજે પ્રસ્થાન કરાવ્યું હતું.
શ્રી પટેલએ આ વાનને પ્રસ્થાન કરાવતા નશામુક્ત ભારત અભિયાનનો રાજ્ય વ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો. આ અભિયાન ગુજરાતમાં ૧૯મી ફેબ્રુઆરીના રોજ અંબાજીથી શરૂ થશે. સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા આ નશામુક્ત ભારત અભિયાન અન્વયે નશામુક્તિ અભિયાન વાન રાજ્યના બધા જ જિલ્લાઓને આવરી લઈને રોજના પાંચ ગામોની મુલાકાત લેશે.
ગામડે ગામડે લોકોને નશામુક્તિની સમજણ આપીને નશો છોડાવવાની પ્રતિજ્ઞા કરાવશે. સાથે સાથે નશામુક્તિ માટે જનજાગૃતિ ફેલાવતા સેમિનાર, વર્કશોપ, નાટક અને રેલીનું પણ આયોજન કરવામાં આવશે.
ખાસ ટ્રેનર દ્વારા લોકોને નશામુક્તિની તાલીમ આપી બીજાને વ્યસન છોડાવી શકે તેવા સક્ષમ બનાવવાની સેવા પ્રવૃત્તિ થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રજનન કરી, પૂજા વિધિ કરી શ્રીફળ અર્પણ કર્યું. નશા મુક્ત વાનનું રીબીન કાપી ઉદઘાટન કરી વિહંગ અવલોકન કર્યું હતું. ત્યાર બાદ નશામુક્ત અભિયાન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. તે વેળાએ મેડિકલ વિના નેશનલ કોર્ડીનેટર ડો. બનારસીભાઈ, ગુજરાતના મેડિકલ વિજ્ઞાન કોર્ડીનેટર ડો. મુકેશ પટેલ, શિવ જ્યોતિ આંખની હોસ્પિટલના ડાયરેક્ટર ડો. જીતુભાઈ પટેલ, બાળકોના નિષ્ણાત ડો. અંકિત પટેલ, બે ડેન્ટિસ્ટ ડો. નીતા પટેલ, ડો. મૌલિકા પટેલ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી શ્રી અભિયાનના લીડર બી.કે. નંદાબેનને કળશ અર્પણ કરી પુષ્પમાળા પહેરાવી. સાથે બ્રહ્માકુમારી કૈલાશ દીદી, બી.કે. તારાબેન બી.કે. ડો. નંદીનીબેન તથા બ્રહ્માકુમારીઝના સેવાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *