VNINews.com પરિવાર પદ્મવિભૂષણથી સન્માનિત રતન ટાટા ને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.
Gandhinagar, Oct 09, Gujarat ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મવિભૂષણથી સન્માનિત અને ટાટા ગ્રૂપના મોભી રતન ટાટાના નિધન અંગે શોક વ્યક્ત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.
શ્રી પટેલે શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, ભારતે સાચા અર્થમાં રતન ગુમાવ્યું છે. તેમના અવસાનથી દેશને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે, તેવું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, શ્રી રતન ટાટાએ સમગ્ર વિશ્વમાં ઔધોગિક ક્ષેત્રે દેશને ગૌરવ અપાવ્યું છે. આજે તેઓ જ્યારે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે દુઃખની લાગણી અનુભવી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
વરિષ્ઠ અગ્રણી સ્વર્ગસ્થ રતન તાતા ના અવસાન અંગે રાજ્ય સરકારે આજે ૧૦ ઑક્ટોબર ૨૦૨૪ ના એક દિવસ નો શોક જાહેર કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રુપના સ્વ. શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુંબઈ પહોંચ્યા હતા.
સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામા આવ્યો છે ત્યાં જઈને મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થના અંતિમ દર્શન કર્યા હતા અને ભાવાંજલિ આપી હતી.