ભાવનગર, 21 જુલાઈ, ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાનાં બગદાણા ખાતે આવેલા ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી પટેલ નું ત્યાં ઉપસ્થિત ભાવિકોના માનવમહેરામણે ‘બાપા સીતારામ’નાં ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યુ હતુ. મુખ્યમંત્રીએ સંતશ્રી બજરંગદાસબાપાનાં ગાદીસ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા-અર્ચન કર્યા હતા અને બાદમાં બજરંગદાસબાપાનાં સમાધિસ્થળનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ એમણે ધ્યાનમંદિર અને મુખ્ય શિખરબદ્ધ મંદિરનાં દર્શન કર્યા હતા.
તેમણે ગુરુઆશ્રમનાં ટ્રસ્ટીમંડળ સાથે બેઠક કરી હતી અને આશ્રમની વેબસાઇટ નું તેમનાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઇટ પર ઓનલાઇન દર્શન અને દાન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
