Spread the love

Ahmedabad, Gujarat, Oct 06, ગુજરાત માં મહેસાણા નાયક ભોજક વ્યાસ કેળવણી મંડળ ના નવા પ્રમુખ તરીકે બીપીનભાઈ પી નાયક ઉર્ફે દિલીપભાઈ નાયક( ચાંદખેડા, અમદાવાદ ) સરવાનુંમતે વરણી કરવામાં આવી હતી.
સૂત્રો ના જણાવ્યા પ્રમાણે ગત 24 મીના રોજ રવિવારે સામાન્ય સભા મળી હતી. આ સભામાં ગત વર્ષ ના હિસાબ સર્વાનુમતે મંજુર કરવામા આવેલ. આગામી ત્રણ વર્ષ માટે ચાંદખેડા ના રામ ભક્ત અને દાતા તથા મૂક સમાજ સેવક દિલીપભાઈ ( બિપિનભાઇ) નાયક ની ત્રણ વર્ષ માટે કેળવણી મંડળના પ્રમુખ તરીકે વરણી સર્વાનુમતે કરી. એમને એમની વહિવટી ટીમ પસંદ કરવાની સતા પણ આપવામાં આવી હતી.
ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત માંથી સમાજ ના અગ્રણીઓ તથા સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા. બિપિનભાઇ નાયકએ સમાજ અને શિક્ષણ માટે તન મન ધનથી સહયોગ કરવાની ખાત્રી આપી સમાજ તરફથી મળેલા પ્રેમ માટે સૌ નો આભાર વ્યક્ત કર્યો.