મુંબઈ, 02 ઓગસ્ટ, બ્લેક બોક્સ લિમિટેડ (BSE: 500463/NSE: BBOX), જે વૈશ્વિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન ઇન્ટિગ્રેટર છે અને જે વૈશ્વિક ધંધાઓ માટે અદ્યતન ટેકનોલોજી સોલ્યુશન્સ અને વર્લ્ડ ક્લાસ કન્સલ્ટિંગ સેવાઓ પ્રદાન કરે છે, તેમણે પ્રેફેરન્સીઅલ ઇસ્યુ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વૃદ્ધિ અને વિસ્તરણ માટે રૂ. 410 કરોડનું ફંડિંગના કમિટમેન્ટ મેળવ્યાની જાહેરાત કરી છે.
સંજીવ વર્મા, બ્લેક બોક્સ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) એ. આજે જણાવ્યું કે, “અમે આ મૂડી પ્રાપ્ત કરીને ખૂબ ખુશ છીએ, જે અમને અમારી મહત્વાકાંક્ષી વૃદ્ધિના માર્ગ પર આગળ વધવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફરિંગ્સને વિસ્તૃત કરવાની સાથેજ ઝડપથી બદલાતા બજારમાં નવીનતા લાવવાના અમારા પ્રયત્નોને વેગ આપશે.”
બ્લેક બોક્સ લિમિટેડના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) દીપક બંસલે જણાવ્યું, “અમે હાલના રોકાણકારોના સતત વિશ્વાસ માટે તેમનો આભાર માનીએ છીએ અને વૃદ્ધિ અને નફાકીયતના આગામી તબક્કામાં પ્રવેશ કરતા સમયે, અમારા નવા રોકાણકારોનું સ્વાગત કરીએ છીએ. અમારી કંપની વૃદ્ધિના ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહે છે અને સાથેજ કામગીરીની કાર્યક્ષમતા અને મૂડીના વળતર ઉપર મજબૂત ફોકસ જાળવી રાખે છે.”
કંપની દ્વારા આજે અહીં જારી કરાયેલા નિવેદન મુજબ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આજે મળેલી બેઠકમાં, વિવિધ તબક્કામાં, દરેક રૂ. 417/- (રૂ. ચારસો સત્તર) ની કિંમતે, કુલ રૂ. 410 કરોડ (રૂ. ચારસો દસ કરોડ)ના 98,32,123 સંપૂર્ણ રૂપાંતરિત વોરંટો ઇસ્યુ કરવાની મંજૂરી આપી છે. આ દરેક વોરંટને 2/- (બે રૂપિયા)ના ફેસ વેલ્યુના સંપૂર્ણ ચુકવાયેલા ઈક્વિટી શેયર (ઇક્વિટી શેયર) માં, રૂ. ૪૧૫ (ચારસો પંદર)ના પ્રિમિયમે, પ્રસ્તાવિત એલોટીની પસંદગી અનુસાર, એક કે વધુ તબક્કાઓમાં,18 (અઢાર) મહિનાની અંદર, SEBI ICDR નિયમાવલીઓના અનુસંધાનમાં રૂપાંતરિત કરી શકાશે.
આ ફંડિંગ રાઉન્ડમાં કંપનીના વર્તમાન પ્રમોટરો રૂ. 200 કરોડ રોકશે, જે ધંધા અને તેના વૃદ્ધિ યોજનાઓ પર તેમનો સતત વિશ્વાસ દર્શાવે છે. આ ઉપરાંત રૂ. 200 કરોડનું વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને એચએનઆઈ રોકાણકારો દ્વારા નિવેશ કરવામાં આવશે. બાકીના રૂ. 10 કરોડ કંપનીના પ્રમુખ મેનેજમેન્ટ કર્મચારીઓ દ્વારા રોકવામાં આવશે. આ વોરંટોને ઈક્વિટીમાં રૂપાંતરિત કર્યા પછી, પ્રમોટર શેયરહોલ્ડિંગ હાલના 71.1% થી 69.8% થશે. બ્લેક બોક્સ એસ્સારનું ટેકનોલોજી ક્ષેત્રમાં મુખ્ય રોકાણ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, કંપનીએ માર્જિન સુધારવા માટે ખર્ચ ઘટાડાના અનેક પગલાં લીધા છે અને સાથેજ ઉત્પાદન વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ પગલાંઓના પરિણામે કંપનીના EBITDA માર્જિન અને કર પછીના નફામાં (PAT) વધારો થયો છે. કંપનીએ FY24 માં રૂ. 428 કરોડનું EBITDA મેળવ્યું હતું, જે FY23 ના EBITDA માં 59% નો વધારો છે અને FY24 માં રૂ. 138 કરોડનું PAT મેળવ્યું છે, જે FY23 PAT કરતા ૫.૮ ઘણું છે. અમે વર્તમાન નાણાકીય વર્ષમાં પણ પણ EBITDA અને PAT ના સતત વૃદ્ધિના વલણની અપેક્ષા રાખીએ છીએ.