Spread the love

Ahmedabad, Gujarat, Apr 10, ગુજરાત ના અમદાવાદમાં પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન ૧૨ એપ્રિલે કરવામાં આવ્યું છે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૨ એપ્રિલ,શનિવારે, સાંજે ૦૫૩૦ કલાકે, ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘ પુસ્તક પરિચય ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
‘પુસ્તક પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક કિરીટ દૂધાતના પુસ્તક ‘બાપાની પીંપર’ વિશે પ્રો. નરેશ શુક્લ અને સાહિત્યસર્જક ચિનુ મોદીના પુસ્તક ‘નવલશા હીરજી’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસ પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપશે.
આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *