Spread the love

Abu road, Rajasthan, Dec 27, બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્રોએ મૌન પાળી પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી.
બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદી અને ભરત શાહના આજે જણાવ્યાનુસાર આર્થિક સુધારાના મહાનાયક અને ભારતને નવી દિશા બતાવનારા ૯૨ વર્ષીય પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહના અવસાન પર બ્રહ્માકુમારીઝ સંસ્થાએ શોક વ્યક્ત કર્યો છે.
સંસ્થાની મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી રતન મોહિનીએ શોક સંદેશમાં જણાવ્યું કે ડૉ. મનમોહન સિંહજીનું જીવન સાદગી અને ઉંચા વિચારોથી ભરેલું હતું. તેમના નેતૃત્વમાં દેશમાં અનેક ઐતિહાસિક કાર્ય કરવામાં આવ્યા. તેમના અવસાનથી દેશમાં એક વિદ્વાન અને મહાન વ્યક્તિ ગુમાવેલ છે. દેશના વિકાસમાં તમારા દ્વારા કરાયેલા કાર્યોને હંમેશા યાદ રાખવામાં આવશે. એવી મહાન વ્યક્તિને બ્રહ્માકુમારીઝ પરિવારમાંથી હાર્દિક શ્રદ્ધાંજલિ. સાથે જ સંસ્થાના દેશ-વિદેશમાં આવેલા સેવાકેન્દ્રોએ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી.
ઉલ્લેખનીય છે કે, બ્રહ્માકુમારીઝના દિલ્હી ખાતે યોજાયેલા ડાયમંડ જુબિલી સમારોહમાં પૂર્વ પ્રધાનમંત્રીએ ભાગ લીધો હતો અને સૌને સકારાત્મક અને શ્રેષ્ઠ કર્મ કરવાની પ્રેરણા આપી હતી અને આધ્યાત્મિકતાને અપનાવવા પર ભાર મુક્યો હતો.