Spread the love

કાદમા(હરિયાણા),  21 ઓગસ્ટ, પ્રસિદ્ધ ભારતીય પહેલવાન અને તાજેતરની ઓલમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કુસ્તીમાં કરનાર ભારતીય પહેલવાન વિનેશ ફોગાટે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં નકારાત્મકતાથી દૂર થવા હું માઉન્ટ આબુ રાજયોગા જીવન શૈલી શીખવા આવીશ.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના આજે જણાવ્યાનુસાર હરિયાણાના કાદમાં શહેરમાં બ્રહ્માકુમારી બહેનોએ વિનેશ ફોગાટ ને મળી તેના ભાઈ તથા માતાને રક્ષાબંધન કરી તાજેતરમાં યોજાયેલ ઓલમ્પિકમાં પોતાની અતિ મહેનત કરી શ્રેષ્ઠ દેખાવ કરનાર બહેન વિનેશ સાથે જ્ઞાન ચર્ચા કરી અને અધ્યાત્મ સશક્ત બનવા રાજયોગ જીવન શૈલી અપનાવી પુનઃ નકારાત્મકતા થી બહાર આવી સકારાત્મક બનવા મેડીટેશન કરાવેલ. જવાબમાં વિનેશે જલદી માઉન્ટ આબુ શાંતિવન ખાતે આવી ઈશ્વરીય જ્ઞાન રાજયોગ દ્વારા પોતાને સશક્ત બનવા અને દેશ માટે ફરી કુસ્તી લડી જીતવાની આશા બ્રહ્માકુમારી બહેનો સમક્ષ રજૂ કરી આર્શીવચન લીધેલ.
ભારતીય પહેલવાન વિનેશ ફોગાટને બ્રહ્માકુમારી બહેનોએ રક્ષાબંધન કરી સકારાત્મક શક્તિ વિષયે ચર્ચા કરી હતી.