Spread the love

Abu, Sep 12, બ્રહ્માકુમારીઝ મુખ્યાલય આબુ શાંતિવન Rajasthan ખાતે અધ્યાત્મ સશક્તિકરણ માટે ન્યાયવીદો રાજનેતાઓ અને સંશોધકોના મહાસંમેલનમાં દેશભરના મહાનુભાવો આજે ઉપસ્થિત રહ્યા.
બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર વૈશ્વિક અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝ ના મુખ્યાલય ખાતે આજે એક સાથે ૩ રાષ્ટ્રીય મહાસંમેલન નો પ્રારંભ થયો, જેમાં ભારત અને નેપાળના વિવિધ ક્ષેત્રના વિશિષ્ટ વ્યક્તિઓ ૪૦૦૦ ની સંખ્યામાં ભાગ લેવા આવ્યા છે જે યોગાનુ ભુતી અને શુદ્ધ વાતાવરણમાં પોતાને અધ્યાત્મ સશક્ત બનાવશે.
તેમણે જણાવ્યું કે ન્યાય પ્રક્રિયા ના પ્રણેતા તથા સમાજના વિશ્વાસુ ન્યાય ક્ષેત્રના વકીલો ના જીવનમાં અનેક સમસ્યાઓ વચ્ચે સહકારાત્મકતા તનાવમુક્ત સશક્ત જીવન સમયની આવશ્યકતા છે જે વિષયે વિવિધ કાર્યશાળાઓમાં મોટી સંખ્યામાં જયુરીસ્ટ કોન્ફરન્સમાં આવેલ મહાનુભાવો ચર્ચા કરશે તથા રાજનેતાઓ સમાજસેવાના કાર્યમાં તથા સમાજના રખેવાળ ની ભૂમિકા માટે ના સંમેલનમાં ભાગ લેવા આવેલ છે તથા બ્રહ્માકુમારીઝ ના શીખવતા રાજયોગા ઈશ્વરીય જ્ઞાન દ્વારા થયેલ અનેક સંશોધનોની સફળતાને અનુભવ કરવા દેશભરમાંથી ખોજ સંશોધન પ્રવૃત્તિમાં સામેલ વિશિષ્ટ મહાનુભાવો પણ સમાજમાં ઈશ્વરીયા જ્ઞાન અને રાજીયોગના મહત્વને સમજી જીવનમાં અપનાવવા માટે સંગઠિત પ્રયાસ મહાસંમેલનમાં કરશે઼.
જ્ઞાન સરોવર ખાતેના આ સંમેલનમાં ૮૦૦ વિવિધ વર્ગના સંશોધકો ભાગ લઈ રહેલ છે ત્રિવિધ મહાસંમેલનમાં ૪૦૦૦ થી વધુ મહેમાનો દેશના અધ્યાત્મ સર્વાગી વિકાસ માટે ચર્ચા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *